Surat News : સુરતના કતારગામ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સુમુલ ડેરીના ટેમ્પો ચાલકે સાયકલ ચાલક વૃદ્ધને અડફેટે લેતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક સીનીયર વકીલ હોવાનું જણાય છે. ટેમ્પો ચાલક બેદરકારી પૂર્વક વાહન ચલાવતો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સમગ્ર ઘટના મામલે પોલીસ સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતની ઘટનામાં સિનિયર વકીલનું મોત
મળતી માહિતી મુજબ, સુરત શહેરના કતારગામમાં સુમુલ ડેરીના ટેમ્પો ચાલકે બેદરકારી પૂર્વક વાહન ચલાવીને સાયકલ ચાલકને ટક્કર મારી હતી. જેમાં સિનિયર વકીલ અબ્દુલ નાનજીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: ભાવનગરમાં પોલીસ પુત્રએ બેફામ કાર ચલાવીને 2 લોકોના લીધા જીવ, 2 ગંભીર ઈજાગ્રસ્ત
અકસ્માતની ઘટનામાં વકીલ 10 થી 15 ફૂટ સુધી ઢસડાયા હોવાથી કમકમાટીભર્યું મૃત્યું થયું હતું. સમગ્ર ઘટના મામલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.