નવી દિલ્હી : ચીન અને પશ્ચિમ એશિયામાંથી પુરવઠામાં વિક્ષેપને કારણે સ્થાનિક ડી એમોનિયા ફોસ્ફેટ (DAP) ઉત્પાદકો ઓછી અસર પામ્યા છે. આનું કારણ એ છે કે પ્લાન્ટમાં તૈયાર થતા પોષક તત્વો, જે ડી એમોનિયા ફોસ્ફેટ માટે કાચા માલ છે, તેના ભાવ આ પ્રમાણમાં વધ્યા નથી.
હકીકતમાં, વૈશ્વિક સ્તરે તૈયાર થતા આયાતી ડી એમોનિયા ફોસ્ફેટના ભાવ ૮૦૦ ડોલર પ્રતિ ટનથી ઉપર પહોંચી ગયા છે અને ઐતિહાસિક ૧,૦૦૦ ડોલર પ્રતિ ટન નજીક છે. તેથી, આયાતને પ્રોત્સાહન આપવાને બદલે, સ્થાનિક સ્તરે મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપવાની માંગ ફરી વેગ પકડવા લાગી છે.
ખરીફ વાવણી દરમિયાન આયાતી ડી એમોનિયા ફોસ્ફેટના ભાવમાં વધારો અને તેના ઘટતા સ્ટોકને કારણે મહત્વપૂર્ણ છોડના પોષક તત્વોની અછત સર્જાઈ રહી છે.
ડેટા દર્શાવે છે કે ફિનિશ્ડ ડીએપીનો ભાવ ઓગસ્ટ ૨૦૨૪ માં પ્રતિ ટન ૬૧૧ ડોલરથી વધીને મે મહિનામાં પ્રતિ ટન ૭૨૪ ડોલર થયો છે. તેનો વાર્ષિક ચક્રવૃદ્ધિ દર લગભગ ૨ ટકા છે. પરંતુ આ સમયગાળા દરમિયાન આયાતી રોક ફોસ્ફેટની કિંમતમાં તુલનાત્મક રીતે ૦.૩૯ ટકાનો ઘટાડો થયો છે.
તેવી જ રીતે, આયાતી ફોસ્ફોરિક એસિડ (રોક ફોસ્ફેટમાંથી કાઢવામાં આવેલ) નો દર પણ ૧.૧૭ ટકાના દરે વધ્યો છે. ઓગસ્ટ ૨૦૨૪ ની તુલનામાં મે ૨૦૨૫માં ડી એમોનિયા ફોસ્ફેટના મુખ્ય ઘટક એમોનિયાના ભાવમાં ૧.૪૯ ટકાનો ઘટાડો થયો છે.જુલાઈ અને ઓગસ્ટ ડિલિવરી માટે ફિનિશ્ડ ડીએપીનો આયાતી ભાવ હવે પ્રતિ ટન ૮૦૦ ડોલરથી વધુ છે.
આનો અર્થ એ છે કે ઓગસ્ટ ૨૦૨૪ થી દર વધારો પણ વધુ છે. ભારતમાં વાષક આશરે ૧ થી ૧.૧ કરોડ ટન ડી એમોનિયા ફોસ્ફેટનો વપરાશ થાય છે. યુરિયા પછી ડી એમોનિયા ફોસ્ફેટ દેશમાં સૌથી વધુ વપરાતું ખાતર છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ માં ભારતે લગભગ ૫૦ લાખ ટન ડી એમોનિયા ફોસ્ફેટની આયાત કરી હતી જ્યારે બાકીનું ઉત્પાદન સ્થાનિક સ્તરે કરવામાં આવ્યું હતું.