Vadodara Crime : વડોદરામાં વાઘોડિયા રોડ વૈકુંઠ કુંસોસાયટીમાં રહેતો અને પાન પાર્લર ચલાવતા સમર્થ દિલીપભાઈ માલુશ્રેએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે 18મી તારીખે સવારે 5:00 વાગે હું મારા મિત્રો અનસૂલ મહીડા તથા યુવરાજસિંહની સાથે વાઘોડિયા રોડ અક્ષર રેસીડેન્સી પાસે સ્ટાર્ટઅપ કેફેમાં નાસ્તો કરવા ગયો હતો. ત્યારે કેફેમાં ગીત વાગતું હોય મેં મારી પસંદનું ગીત વગાડવાનું કહેતા કેફેના માલિકે મને કહ્યું છે બહાર રાજ મેર તથા તેના મિત્ર ફૂફુ તથા ક્રિસ કશ્યપએ તેના મોબાઈલ ફોન સાથે બ્લુટુથ કનેક્ટ કરે ગીત વગાડે છે જેથી મેં બહાર જઈને તેઓને મારું બ્લુટુથ કનેક્ટ કરવાનું કરતા અમારે બોલાચાલી થઈ હતી. ફુફુ નામના વ્યક્તિએ મને તેનો નંબર આપી કહ્યું હતું કે, તું મને જ્યાં બોલાવીશ ત્યાં હું આવી જઈશ ત્યારબાદ અમે ત્યાંથી પરત આવી ગયા હતા. સાંજે 6:30 વાગે મેં ફુફુને સવારે થયેલી બોલાચાલીના સમાધાન કરવા માટે મારી દુકાનનું એડ્રેસ આપી બોલાવ્યો હતો. જેથી રાજ મેર તથા ક્રિસ કશ્યપ અને દુકાને આવ્યા હતા. અમે સમાધાનની વાત કરતા હતા અને અમારા વચ્ચે સમાધાન થઈ ગયું હતું. થોડા સમય પછી તેઓ ફરી મારી દુકાને આવ્યા હતા ને ગાળો બોલી મને માર મારવા લાગ્યા હતા. મારા મિત્રો અનસૂલ મહીડા તથા યુવરાજસિંહ વચ્ચે પડતા તેઓને પણ આરોપીઓએ માર માર્યો હતો લોકો ભેગા થઈ જતા ત્રણેય હુમલાખોરો ભાગી ગયા હતા.