gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલનપુર ખાતે માહિતી નિયામક કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઈ

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in GUJARAT
0 0
0
પાલનપુર ખાતે માહિતી નિયામક કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઈ
1
VIEWS
Share on FacebookShare on Twitter

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માહિતી નિયામક કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા કલેકટર મિહિર પટેલ અને મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેક ત્રિવેદીની ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઇ હતી. જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારશ્રીની વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસારની અસરકારક કામગીરી અને આગામી આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં માહિતી નિયામક કે.એલ.બચાણીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં પ્રચાર પ્રસારના અગત્યના માધ્યમ તરીકે ઉભરી રહેલા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લાભાર્થીઓ સુધી સરળતાથી પહોંચાડી શકાય છે.

આજના યુગમાં સોશિયલ મીડિયાની ઉપયોગીતા સમજાવીને જિલ્લાના દરેક વિભાગમાં સોશિયલ મીડિયા અંગે મિકેનિઝમ ઊભું કરી વિવિધ વિભાગની યોજનાઓના લાભાર્થીઓની સક્સેસ સ્ટોરી, પોઝિટિવ સ્ટોરી સોશિયલ મીડિયામાં અપલોડ કરીને યોજનાઓની જાણકારી મહત્તમ લાભાર્થીઓ સુધી પહોંચાડવા જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, કનેક્ટ ગુજરાત અંતર્ગત એક ચેઇન બને અને છેવાડાના વ્યક્તિ સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી સરળતાથી પહોંચી શકાય તેવો સરકારનો ઉદ્દેશ્ય હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત નિયામકએ સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય તે દિશામાં કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા ઈ – સેતુ સહિતના કાર્યક્રમ બહોળી સંખ્યામાં લોકો સુધી પહોંચે તથા ગ્રામ્ય સ્તરે પણ લોકો સરળતાથી સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવી શકે તે માટે સોશિયલ મીડિયા જરૂરી માધ્યમ હોવાનું જણાવ્યું હતું. બનાસકાંઠામાં વિવિધ કચેરીઓ દ્વારા ૩૦૦૦ જેટલા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે.

આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારીશ્રી વિવેક ત્રિવેદીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી સોશિયલ મીડિયાની અસરકારકતા વિશે જાણકારી આપીને જણાવ્યું હતું કે, આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચ્યો છે.

આ માધ્યમનો ઉપયોગ કરીને આપણે સરકારની કામગીરી અને યોજનાઓની જાણકારી લોકોને સાદી અને સરળ ભાષામાં આપી શકીએ છીએ. વધુમાં તેમણે આપત્તિ વ્યવસ્થાપન સમયે સોશિયલ મીડિયાએ અગત્યની ભૂમિકા ભજવી છે તેમ જણાવ્યું હતું. ટ્રેડિશનલ,પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને હવે સોશિયલ મીડિયાનો યુગ છે ત્યારે સરકારી કચેરીઓ દ્વારા સરકારશ્રીની યોજનાઓ મહત્તમ લોકો સુધી પહોંચે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.

આ તકે માહિતી નિયામક અને મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારીએ બનાસકાંઠા વહીવટી તંત્રની સોશિયલ મીડિયાને લઈને કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…
GUJARAT

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

June 24, 2026
જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…
GUJARAT

જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…

June 24, 2026
જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…
GUJARAT

જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…

June 24, 2026
Next Post
ઇમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ બિલ 2025 પાસ, ઘુસણખોરો પર થશે કાર્યવાહી | immigration bill 2025 passed in lo…

ઇમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ બિલ 2025 પાસ, ઘુસણખોરો પર થશે કાર્યવાહી | immigration bill 2025 passed in lo...

બાળકોને મોબાઈલ આપનારા માતા-પિતા ચેતીજજો! માયોપીયા બીમારીના કેસમાં અચાનક વધારો | Parents giving mobil…

બાળકોને મોબાઈલ આપનારા માતા-પિતા ચેતીજજો! માયોપીયા બીમારીના કેસમાં અચાનક વધારો | Parents giving mobil...

રસ્તા પર નમાજ બાદ મીટની દુકાનો મુદ્દે હંગામો… તહેવાર પહેલા દિલ્હીથી યુપી સુધી રાજકીય ગરમાવો | Heat…

રસ્તા પર નમાજ બાદ મીટની દુકાનો મુદ્દે હંગામો... તહેવાર પહેલા દિલ્હીથી યુપી સુધી રાજકીય ગરમાવો | Heat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસે પીછો કરતા ડાલુ મુકી બુટલેગર ફરાર ઃ વિદેશી દારૃનો જથ્થો પકડાયો | Police chased the bootlegger …

પોલીસે પીછો કરતા ડાલુ મુકી બુટલેગર ફરાર ઃ વિદેશી દારૃનો જથ્થો પકડાયો | Police chased the bootlegger …

9 months ago
કચ્છમાં કાળમુખી રફ્તાર: બેફામ કાર ચાલકે બે આશાસ્પદ યુવાનોનો ભોગ લીધો | kutch bhuj rotary circle fata…

કચ્છમાં કાળમુખી રફ્તાર: બેફામ કાર ચાલકે બે આશાસ્પદ યુવાનોનો ભોગ લીધો | kutch bhuj rotary circle fata…

5 months ago
તારા ટાંટિયા તોડી નાખીશ! પ્રયાગરાજની મહાકુંભ યાત્રાના પૈસાની ઉઘરાણી કરી ધમકી આપનાર સામે ગુનો દાખલ | …

તારા ટાંટિયા તોડી નાખીશ! પ્રયાગરાજની મહાકુંભ યાત્રાના પૈસાની ઉઘરાણી કરી ધમકી આપનાર સામે ગુનો દાખલ | …

1 year ago
AIના કારણે વિશ્વભરમાં હાહાકાર, અમેરિકામાં અનેક સેક્ટરોમાં 11 લાખ નોકરી સાફ, ડ્રાઈવર્સની નોકરી પણ જોખ…

AIના કારણે વિશ્વભરમાં હાહાકાર, અમેરિકામાં અનેક સેક્ટરોમાં 11 લાખ નોકરી સાફ, ડ્રાઈવર્સની નોકરી પણ જોખ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News