gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ શરુ, ECએ કહ્યું- ટૂંક સમયમાં જાહેર કરીશું કાર્યક્રમ | ec started pre…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in INDIA
0 0
0
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ શરુ, ECએ કહ્યું- ટૂંક સમયમાં જાહેર કરીશું કાર્યક્રમ | ec started pre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vice President Election: 21 જુલાઈના રોજ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું. હવે ચૂંટણી પંચે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી દીધી છે.

ટૂંક સમયમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે 

જગદીપ ધનખડના રાજીનામાં બાદ ચૂંટણી પંચે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે. પંચે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, ‘ભારતના ચૂંટણી પંચે 2025ની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી સંબંધિત તૈયારીઓ શરુ કરી દીધી છે. તૈયારી પૂરી થયા પછી ટૂંક સમયમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.’

ચૂંટણી અધિનિયમ 1952 હેઠળ ચૂંટણી કરવામાં આવશે 

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગૃહ મંત્રાલયે 22 જુલાઈ, 2025ના રોજ એક સૂચના દ્વારા ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાં અંગે માહિતી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચને કલમ 324 હેઠળ ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી કરાવવાનો અધિકાર છે. આ ચૂંટણી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમ 1952 અને તેના હેઠળ બનાવેલા નિયમો (રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી નિયમો 1974) દ્વારા કરવામાં આવે છે.’

ઇલેક્ટોરલ કોલેજની તૈયારી શરુ

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે વધુ માહિતી આપતા પંચે કહ્યું કે, ‘રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા અને નામાંકિત સભ્યોનો સમાવેશ કરતી ઇલેક્ટોરલ કોલેજની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, રિટર્નિંગ ઑફિસર/સહાયક રિટર્નિંગ ઑફિસરની નિમણૂકને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. તેમજ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીઓ સંબંધિત માહિતી અને રૅકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે.’

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે?

બંધારણના અનુચ્છેદ 66 મુજબ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના સભ્યોથી બનેલા મતદાર મંડળ દ્વારા અનુપાતિક પ્રતિનિધિ પદ્ધતિ (પ્રપોશનલ રિપ્રેઝન્ટેશન સિસ્ટમ)થી કરવામાં આવે છે. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ પણ હોય છે. જો કોઈ કારણોસર રાષ્ટ્રપતિનું પદ ખાલી થઈ જાય તો આવી સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પદની જવાબદારી સંભાળતા હોય છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સાંસદો ભાગ લે છે. આ ચૂંટણીમાં નામાંકિત સભ્યો પણ ભાગ લે છે. જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા સાંસદ અને તમામ રાજ્યોના ધારાસભ્યો મતદાન કરે છે. 

આ પણ વાંચો: જગદીપ ધનખડના રાજીનામા પછી આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે? જાણો ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કેવી રીતે થાય છે?

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે બંધારણના અનુચ્છેદ 66 પ્રમાણે મતદાર મંડળમાં કુલ 788 સાંસદો હોય છે. તેમાં રાજ્યસભાના 233 ચૂંટાયેલા સદસ્યો અને 12 નામાંકિત સદસ્યોની સાથે-સાથે લોકસભાના 543 સદસ્ય સામેલ થાય છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી અનુપાતિક પ્રતિનિધિ પદ્ધતિ (પ્રપોશનલ રિપ્રેઝન્ટેશન સિસ્ટમ) દ્વારા કરવામાં આવે છે. તેમાં ખાસ રીતે વોટિંગ થાય છે જેને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ કહે છે. તેમાં મતદારોને એક જ મત આપવાનો હોય છે પરંતુ તેને પોતાની પસંદના આધાર પર પ્રાથમિકતા નક્કી કરવાની હોય છે. તેઓ બેલેટ પેપર પર ઉપસ્થિત ઉમેદવારોમાંથી પોતાની પહેલી પસંદને 1, બીજી પસંદને 2 અને એ જ રીતે આગળની પ્રાથમિકતા આપે છે. નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી 60 દિવસની અંદર કરવાની હોય છે. 

ગુપ્ત મતદાન, માત્ર ખાસ પેનનો જ ઉપયોગ

મતદાન ગુપ્ત રીતે થાય છે. મતપત્ર પર મત ચિહ્નિત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા પૂરી પાડવામાં આવેલી ખાસ પેનનો જ ઉપયોગ કરવાનો હોય છે. અન્ય કોઈ પેનનો ઉપયોગ કરવાથી મત અમાન્ય થઈ શકે છે. ભારતીય ચૂંટણી પંચ કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરીને લોકસભા અને રાજ્યસભાના મહાસચિવમાંથી કોઈ એકને વારાફરતી, ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરે છે. ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારીને નિર્ધારિત સમયમાં રજૂ કરવાના હોય છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ શરુ, ECએ કહ્યું- ટૂંક સમયમાં જાહેર કરીશું કાર્યક્રમ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘અમેરિકા પર વિશ્વાસ નથી પણ વાતચીત કરવા તૈયાર’ દિલ્હીથી ઈરાનનો ડોનાલ્ડ ટ્રમ્પને મેસેજ | Iran Foreign …
INDIA

‘અમેરિકા પર વિશ્વાસ નથી પણ વાતચીત કરવા તૈયાર’ દિલ્હીથી ઈરાનનો ડોનાલ્ડ ટ્રમ્પને મેસેજ | Iran Foreign …

May 15, 2026
NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…
INDIA

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…

May 15, 2026
‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…
INDIA

‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…

May 15, 2026
Next Post
ઉપરાષ્ટ્રપતિના રાજીનામાં અંગે વધુ એક ખુલાસો, પ્રોટોકોલ તોડી રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા હતા ધનખડ | ja…

ઉપરાષ્ટ્રપતિના રાજીનામાં અંગે વધુ એક ખુલાસો, પ્રોટોકોલ તોડી રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા હતા ધનખડ | ja...

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, અલકાયદા સાથે સંકળાયેલા 4 આતંકીની ધરપકડ | Gujarat ATS arrests 4 people a…

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, અલકાયદા સાથે સંકળાયેલા 4 આતંકીની ધરપકડ | Gujarat ATS arrests 4 people a...

‘છોટીકાશી’માં પરંપરાગત રીતે એવરત-જીવરત વ્રતની ઉજવણી | Evrat Jivrat Vrat celebrated traditionally in …

'છોટીકાશી'માં પરંપરાગત રીતે એવરત-જીવરત વ્રતની ઉજવણી | Evrat Jivrat Vrat celebrated traditionally in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા | no trade talks sched…

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા | no trade talks sched…

4 months ago
નડિયાદના ટુંડેલ ગામે યુવકના બીભત્સ પ્રદર્શન મામલે 11 શખ્સો સામે ફરિયાદ | Complaint filed against 11 …

નડિયાદના ટુંડેલ ગામે યુવકના બીભત્સ પ્રદર્શન મામલે 11 શખ્સો સામે ફરિયાદ | Complaint filed against 11 …

3 months ago
અમદાવાદના વાડજમાં ડમ્પરચાલકનો કહેર : વહેલી સવારે રાહદારીને કચડતાં ઘટનાસ્થળે જ મોત | Fatal Accident i…

અમદાવાદના વાડજમાં ડમ્પરચાલકનો કહેર : વહેલી સવારે રાહદારીને કચડતાં ઘટનાસ્થળે જ મોત | Fatal Accident i…

2 months ago
આંદામાનમાં ચોમાસાનું આગમન, કેરળમાં 27મીનો વરતારો

આંદામાનમાં ચોમાસાનું આગમન, કેરળમાં 27મીનો વરતારો

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News