gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાડા ચાર વર્ષની બાળકીની જાતીય સતામણીના કેસમાં આરોપીને જન્મટીપ | Pocso court declared life imprisonme…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
સાડા ચાર વર્ષની બાળકીની જાતીય સતામણીના કેસમાં આરોપીને જન્મટીપ | Pocso court declared life imprisonme…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવાર

શહેરના બાપુનગર વિસ્તારમાં માત્ર ચાર વર્ષ અને ૧૧ મહિનાની માસૂમ બાળકી સાથે છેડતી અને જાતીય સતામણીના કેસમાં અત્રેની પોક્સો સ્પેશ્યલ કોર્ટે એક દાખલારૂપ ચુકાદા મારફતે આરોપી સંજય બાબુલાલ રાણા(વણકર)ને જન્મટીપની આકરી સજા ફટકારી છે.  પોક્સો સ્પેશ્યલ જજ અસ્મિકાબેન બી.ભટ્ટે આરોપીને સાત લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને દંડની આ રકમ વળતર પેટે ભોગ બનનાર બાળકીને આપવા પણ ચુકાદામાં ઠરાવ્યું છે. 

વિકૃત માનસિકતાવાળા આવા આરોપીઓના ઘૃણાસ્પદ કૃત્યોથી ડરેલા માતા-પિતા તેમના બાળકોના રમવા માટે મોકલી શકતા નથીે

કોર્ટે જો આરોપી દ્વારા દંડની રકમ ના ભરવામાં આવે તો તેને વધુ પાંચ વર્ષની સજા ભોગવવા પણ હુકમ કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, આ ઉંમરના બાળકો ભોગ બનાવવા માટે સોફ્ટ ટાર્ગેટ હોય છે કારણ કે, આવા નાના બાળકોમાં કાલ્પનિક ભયની દુનિયા હોય છે. જેમ કે, જો તેઓ કોઇ અજાણી વ્યકિત દ્વારા આપવામાં આવતી ચોકલેટ, મીઠાઇ કે કંઇ વસ્તુ સ્વીકારે તો તેના માતા-પિતા તેમને ઠપકો આપશે, તેથી આરોપીઓ જેઓ આ પ્રકારની વિકૃત માનસિકતા ધરાવે છે, તેઓ આવા નાના બાળકોના માનસિક ડરનો દૂરપયોગ કરી રહ્યા છે અને આ પ્રકારના ઘૃણાસ્પદ કૃત્ય આચરી રહ્યા છે. જો આ પ્રકારના ગંભીર ગુનાહિત કૃત્યોને હળવાશથી લેવામાં આવે તો, નાના બાળકોના કોઇપણ માતા-પિતા તેમના બાળકોને તેમની નજરથી દૂર નજીકના વિસ્તારોમાં રમવા માટે મોકલી શકતા નથી.  આરોપીએ જે ગુનાહિત કૃત્ય કર્યું છે એ માત્ર વાસના છે અને તેથી આ કોર્ટનો સાફ મત છે કે, આ પ્રકારના આરોપીઓ કે જેઓ આવા ગુનાહિત કૃત્યો આચરી રહ્યા છે, તેઓને મહત્તમ સજા થવી જ જોઇએ. આમ, ઠરાવી પોક્સો સ્પેશ્યલ કોર્ટે આરોપી સંજય બાબુલાલ રાણાને જન્મટીપની મહત્તમ સજા ફટકારી હતી. કેસની વિગતો મુજબ, શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી માત્ર ચાર વર્ષ અને ૧૧ મહિનાની એક માસૂમ બાળકી ગત તા.૮-૨-૨૦૨૧ના રોજ બગીચામાં રમવા ગઇ ત્યારે નજીકમાં જ રહેતાં આરોપી સંજય બાબુલાલ રાણા(વણકર)એ ચોકલેટ આપવાના બહાને તેને પોતાના ઘરમાં લઇ ગયો હતો અને તેની સાથે જાતીય સતામણી અને છેડછાડ કરી હતી. બાદમાં બાળકીની પૂછપરછના આધારે આરોપીની ગુનાહિત કરતૂતનો પર્દાફાશ થતાં બાળકીના માતા-પિતાએ આરોપી સંજય બાબુલાલ રાણા(વણકર) વિરૂધ્ધ બાપુનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. બાપુનગર પીઆઇ એ.પી.ગઢવી દ્વારા આ કેસમાં વૈજ્ઞાાનિક ઢબે તપાસ કરી મહત્ત્વના પુરાવા એકત્ર કરી અદાલતમાં રજૂ કર્યા હતા, જે બહુ અગત્યના પુરવાર થયા હતા. 

આ કેસનો ટ્રાયલ ચાલી જતાં રાજય સરકાર તરફથી અધિક સરકારી વકીલ કમલેશ જૈને ૧૧ જેટલા સાક્ષીઓ અને ૨૧ દસ્તાવેજી પુરાવાઓના આધારે ફરિયાદપક્ષનો કેસ નિશંકપણે પુરવાર કર્યો હતો અને આરોપીને પોક્સો એકટ હેઠળ તેમ જ સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓને ધ્યાનમાં રાખી સખતમાં સખત સજા ફટકારવા દલીલો કરી હતી.  સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી પોક્સો સ્પેશ્યલ કોર્ટે આરોપી સંજય બાબુલાલ રાણા(વણકર)ને આજીવન કેદની સજા ફટકારી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં બે પરિવારો વચ્ચે તકરાર : મારામારીના બનાવમાં બંને પક્ષે સામસામી ફ…
GUJARAT

જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં બે પરિવારો વચ્ચે તકરાર : મારામારીના બનાવમાં બંને પક્ષે સામસામી ફ…

June 4, 2026
જામનગર નજીક જુના નાગના ગામમાં ખારેક તોડવા બાબતે કિશોર પર હુમલો : પગમાં ફ્રેક્ચર થયાની પોલીસ ફરીયાદ |…
GUJARAT

જામનગર નજીક જુના નાગના ગામમાં ખારેક તોડવા બાબતે કિશોર પર હુમલો : પગમાં ફ્રેક્ચર થયાની પોલીસ ફરીયાદ |…

June 4, 2026
જામનગરમાં દિગજામ સર્કલ પાસે દ્વારકા રૂટની એસ.ટી. બસ રોકી ડ્રાઇવર પર હુમલો : બસનો કાચ તોડી સરકારી કામ…
GUJARAT

જામનગરમાં દિગજામ સર્કલ પાસે દ્વારકા રૂટની એસ.ટી. બસ રોકી ડ્રાઇવર પર હુમલો : બસનો કાચ તોડી સરકારી કામ…

June 4, 2026
Next Post
વડોદરામાં બેકાબૂ કાર ચાલકે સર્જયો અકસ્માત, ઘર આગળ રમી રહેલી બાળકીનું કરૂણ મોત | death of a girl in a…

વડોદરામાં બેકાબૂ કાર ચાલકે સર્જયો અકસ્માત, ઘર આગળ રમી રહેલી બાળકીનું કરૂણ મોત | death of a girl in a...

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, ગુજરાતમાં 30 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી | Rain in many areas of Ah…

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, ગુજરાતમાં 30 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી | Rain in many areas of Ah...

દ્વારકાના દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, બસ પલટી જતાં 10થી વધુ ઈજાગ્રસ્ત | Devotees’…

દ્વારકાના દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, બસ પલટી જતાં 10થી વધુ ઈજાગ્રસ્ત | Devotees'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં માતેલા સાંઢની જેમ દોડતા વાહનોએ જુદી જુદી ઘટનામાં 4 લોકોના જીવ લીધા | Fomon ra mano pachen…

અમદાવાદમાં માતેલા સાંઢની જેમ દોડતા વાહનોએ જુદી જુદી ઘટનામાં 4 લોકોના જીવ લીધા | Fomon ra mano pachen…

10 months ago
ભાવનગર મંડળમાં ટિકિટ ચેકિંગ દરમિયાન સિંગલ EFT દ્વારા અત્યાર સુધીની સર્વોચ્ચ વસુલાત

ભાવનગર મંડળમાં ટિકિટ ચેકિંગ દરમિયાન સિંગલ EFT દ્વારા અત્યાર સુધીની સર્વોચ્ચ વસુલાત

5 months ago
ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ટ્રેક કરવામાં ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોની નબળી કામગીરી | schools of vadodar…

ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ટ્રેક કરવામાં ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોની નબળી કામગીરી | schools of vadodar…

3 weeks ago
ચર્ચિત શિક્ષક ખાન સરે ગુપચુપ કર્યા લગ્ન, વિદ્યાર્થીઓને જમણવારનું આમંત્રણ: લોકોએ પૂછ્યું કોણ છે પત્ની…

ચર્ચિત શિક્ષક ખાન સરે ગુપચુપ કર્યા લગ્ન, વિદ્યાર્થીઓને જમણવારનું આમંત્રણ: લોકોએ પૂછ્યું કોણ છે પત્ની…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News