image : Filephoto
Vadodara : વડોદરા શહેરના બાપોદ, કુંભારવાડા અને વારસિયા પોલીસ મથકે અલગ અલગ ગુનામાં ડીટેઇન કરેલ 164 વાહનોની હરાજીની પ્રક્રિયા પોલીસે હાથ ધરી છે.
નાયબ પોલીસ કમિશનર જી ડિવિઝન હસ્તકના બાપોદ પોલીસ મથક ખાતે ડીટેઇન કરેલ 83 વાહનો, વારસિયા પોલીસ સ્ટેશન ખાતે ડીટેઇન કરેલ 39 વાહનો તથા કુંભારવાડા પોલીસ સ્ટેશન ખાતે ડીટેઇન કરેલ એક વાહન મળી કુલ 164 વાહનો ઘણા લાંબા સમયથી પોલીસ મથકોની જગ્યા રોકી રહ્યા છે. જેથી પોલીસે આ વાહનોની ટૂંક સમયમાં હરાજી યોજવાની પ્રક્રિયા હાથ ધરી છે. ખાસ કરીને કુંભારવાડા, કપુરાઇ, સયાજીગંજ જેવા પોલીસ સ્ટેશન ખાતે જગ્યાનો અભાવ છે. હરાજીના વાહનોનું પત્રક સંબંધિત પોલીસ સ્ટેશનના નોટિસબોર્ડ ખાતે મૂકવામાં આવ્યું છે. 7 દિવસમાં મૂળ માલિક વાહનો છોડાવી નહીં જાય તો તેવા વાહનોની પોલીસ હરાજી કરશે.