gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ભારે વરસાદનો દોર, નદીઓ છલકાઈ, પૂર જેવી સ્થિતિ, સ્કૂલો બંધ | Heavy Ra…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in INDIA
0 0
0
દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ભારે વરસાદનો દોર, નદીઓ છલકાઈ, પૂર જેવી સ્થિતિ, સ્કૂલો બંધ | Heavy Ra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Weather Rain Updates: દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદનો દોર જોવા મળી રહ્યો છે. જેના કારણે અનેક નદીઓ ગાંડીતૂર બની છે. નદી-નાળા છલકાવા માંડ્યા છે. સ્કૂલોમાં રજા જાહેર કરવાની ફરજ પડી હતી. રાજસ્થાનના સવાઈ માધોપુર, જયપુર, બુંદી, ધોલપુરમાં સ્થિતિ ચિંતાજનક થઇ ગઈ છે. જ્યારે મધ્યપ્રદેશના શિવપુરી, સાગર, વિદિશા અને ગુનામાં પૂર જેવી સ્થિતિને કારણે ચિંતા વધી ગઈ છે. બચાવ કામગીરી માટે આર્મીએ મેદાનમાં ઊતરવું પડ્યું છે. 

ચંબલ નદી ખતરાના નિશાનથી ઉપર 

રાજસ્થાનની ઘણી નદીઓ છલકાઈ રહી છે અને ઘણા બંધ છલકાઈ રહ્યા છે. ધોલપુરમાં ચંબલ નદી છલકાઈ રહી છે. ચંબલ આ સમયે ખતરાના નિશાનથી 11 મીટર ઉપર વહી રહી છે. ચંબલ કિનારાના ઘણા ગામો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. કેટલાક ગામોમાં 10-15 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. ગામડાઓમાં હવે કોઈ નથી. લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે ગુરુવારે અજમેર, જયપુર, બિકાનેર અને જોધપુર વિભાગના કેટલાક ભાગોમાં ભારે અને ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે.

મધ્યપ્રદેશમાં કેવી છે સ્થિતિ? 

બીજી તરફ, મધ્યપ્રદેશમાં સોમવારથી એટલો ભારે વરસાદ શરૂ થયો કે 13 જિલ્લાઓમાં જીવનની ગતિ ઠપ્પ થઈ ગઈ. તસવીરો બતાવે છે કે કેવી રીતે પાણીએ બધું જ ડૂબાડી દીધું છે. મુરેના, ભિંડ, ગ્વાલિયર, બુંદેલખંડ ક્ષેત્રમાં ચંબલ નદી પૂરની જેમ ઉભરાઈ રહી છે. સિંધ અને તેની ઉપનદીઓ શિવપુરી અને વિદિશામાં ગામડાઓને ડૂબાડી રહી છે. આ તે નદીઓ છે જે પાછળથી યમુનામાં જોડાય છે અને પછી યમુના પ્રયાગરાજમાં ગંગામાં મળે છે.

નર્મદા નદીના કિનારાના શહેરોની હાલત ખરાબ 

નર્મદા કિનારાના વિસ્તારો પણ પૂરની ઝપેટમાં છે. નર્મદાપુર, ખંડવા, જબલપુર, ડિંડોરી અને હરદા વિસ્તારો વરસાદ અને પૂરની ઝપેટમાં છે. પૂર પછી, સેના અને અન્ય અધિકારીઓએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 27 શાળાના બાળકો સહિત લગભગ 2,900 લોકોને બચાવ્યા છે. ભારે વરસાદને કારણે, ડિંડોરી, વિદિશા, જબલપુર, નર્મદાપુરમ, અલીરાજપુર, રાજગઢ અને બેતુલ જિલ્લામાં પણ પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચેનો માર્ગ સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો 

રાજસ્થાનમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ભારે વરસાદને કારણે જયપુર, સવાઈ માધોપુર, કોટા, દૌસા, અલવર, ભરતપુર, ભીલવાડા, અજમેર, સીકર, ટોંક સહિત એક ડઝનથી વધુ જિલ્લાઓમાં પરિસ્થિતિ બગડવા લાગી છે. આ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ યથાવત છે. રાજ્યના 14 જિલ્લાઓમાં આગામી બે દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે. બીજી તરફ, ભારે વરસાદને કારણે, સવાઈ માધોપુરના બોદલમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 552 પર સ્થિત પુલ ધોવાઈ ગયો છે અને કોટાના ઇટાવામાં પાર્વતી નદીમાં જોરદાર પૂરને કારણે, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચેનો માર્ગ સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. ઇટાવા-ખાટોલી પુલ પર દોઢ ફૂટ સુધી પાણી વહી રહ્યું છે, જેના કારણે કોટા-ગ્વાલિયર-શ્યોપુર રોડ પર પણ વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે.

દિલ્હીમાં રસ્તા બેટમાં ફેરવાયા

ભારે વરસાદને પગલે દિલ્હીમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત | mumbai mulund m…
INDIA

મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત | mumbai mulund m…

February 14, 2026
ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…
INDIA

ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…

February 14, 2026
ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન | india ai i…
INDIA

ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન | india ai i…

February 14, 2026
Next Post
વર્તમાન વર્ષના સાત મહિનામાં DIIની ખરીદી રૂપિયા 4,00,000 કરોડને પાર | DII purchases cross Rs 4 00 000…

વર્તમાન વર્ષના સાત મહિનામાં DIIની ખરીદી રૂપિયા 4,00,000 કરોડને પાર | DII purchases cross Rs 4 00 000...

અમદાવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું કિડની સંબંધિત રોગોનું સ્ક્રીનિંગ કરાશે, સિવિલનો પાઈલટ પ્રોજેક્ટ |…

અમદાવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું કિડની સંબંધિત રોગોનું સ્ક્રીનિંગ કરાશે, સિવિલનો પાઈલટ પ્રોજેક્ટ |...

12 વર્ષમાં અમદાવાદના 12 વૉર્ડમાં વૃક્ષ વિસ્તાર ઘટ્યો, વટવામાં 41%થી વધુનો ઘટાડો કેમ? | ahmedabad tre…

12 વર્ષમાં અમદાવાદના 12 વૉર્ડમાં વૃક્ષ વિસ્તાર ઘટ્યો, વટવામાં 41%થી વધુનો ઘટાડો કેમ? | ahmedabad tre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતે રશિયા પાસેથી ખરીદેલું સસ્તુ ક્રુડ રિફાઈન કરી યુક્રેનને ડીઝલ વેચ્યું

ભારતે રશિયા પાસેથી ખરીદેલું સસ્તુ ક્રુડ રિફાઈન કરી યુક્રેનને ડીઝલ વેચ્યું

6 months ago
આજવા ડેમ ઓવરફ્લો થતાં વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ, કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું | Vishwamitri ri…

આજવા ડેમ ઓવરફ્લો થતાં વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ, કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું | Vishwamitri ri…

5 months ago
ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે રૂ. 10 લાખની કેશલેસ સારવાર | gujarat governm…

ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે રૂ. 10 લાખની કેશલેસ સારવાર | gujarat governm…

5 months ago
રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરી, વેપારીના પરિચિતના ઘરે મોડી રાત્રે 3 તસ્કરો કાર લઈને ત્રાટક્યાં | Ra…

રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરી, વેપારીના પરિચિતના ઘરે મોડી રાત્રે 3 તસ્કરો કાર લઈને ત્રાટક્યાં | Ra…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News