ભારતમાં માર્ગ સલામતીને મજબૂત બનાવવાના પ્રયાસમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પ્રસ્તાવ મૂક્યો છે કે, તમામ ટુ-વ્હીલર્સને એકસાથે બે ISI પ્રમાણિત હેલ્મેટ વેચવા જોઈએ. નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેને ટુ-વ્હીલર હેલ્મેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાનો સંપૂર્ણ ટેકો મળ્યો છે.
ભારતમાં માર્ગ અકસ્માતોના આંકડા અત્યંત ચિંતાજનક છે. દર વર્ષે 4,80,000 થી વધુ માર્ગ અકસ્માતો થાય છે અને 1,88,000થી વધુ લોકો જીવ ગુમાવે છે.