gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં કોંગ્રેસે ચોંકાવ્યાં, ચૂંટણી લડવા કર્ણાટક-તેલંગાણા જેવા પ્લાન પર વ્યૂહનીતિ ઘડી? | bihar con…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in INDIA
0 0
0
બિહારમાં કોંગ્રેસે ચોંકાવ્યાં, ચૂંટણી લડવા કર્ણાટક-તેલંગાણા જેવા પ્લાન પર વ્યૂહનીતિ ઘડી? | bihar con…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Election 2025:  બિહારના રાજકારણમાં કોંગ્રેસના તાજેતરના પગલાંએ તમામને ચોંકાવી દીધા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 10 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધી બિહારમાં પદયાત્રા કરશે, જેમાં તેઓ 18 જિલ્લાઓની મુલાકાત લેશે અને મહાગઠબંધન સાથે વિપક્ષની શક્તિનું પ્રદર્શન કરશે. આ અગાઉ બિહાર કોંગ્રેસના અધ્યક્ષ રાજેશ રામ અને અન્ય નેતાઓની ઈમરત શરિયાના મૌલાનાઓ સાથેની તાજેતરની મુલાકાતે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ઈમરાન પ્રતાપગઢી જેવા પ્રભાવશાળી નેતાઓ બિહારમાં સક્રિય થયા છે જેમનો મુસ્લિમ સમુદાયમાં વિશેષ પ્રભાવ છે. વાસ્તવમાં રાજકીય નિષ્ણાતો આ ‘રાજકારણ’ને અલગ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે અને કહે છે કે આ પ્લાન એ બાબતનો સંકેત છે કે કોંગ્રેસ મુસ્લિમ મતોને આકર્ષવા માટે વ્યૂહરચના બનાવી રહી છે. તમને જણાવી દઈએ કે બિહારમાં મુસ્લિમ વસ્તી લગભગ 18% છે, જે સીમાંચલ, મિથિલાંચલ અને મગધની 63 બેઠકો પર નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

RJD માટે પડકાર

કોંગ્રેસની આ વ્યૂહરચના મહાગઠબંધન માટે ખાસ કરીને RJD માટે પડકાર બની શકે છે. RJDની પરંપરાગત વોટબેંક મુસ્લિમ-યાદવ (MY) સમીકરણ પર આધારિત છે. 2015માં મહાગઠબંધનને 80% મુસ્લિમ મત મળ્યા હતા, પરંતુ 2020માં આ સમીકરણ નબળું પડી ગયું, જ્યારે AIMIMએ સીમાંચલમાં પાંચ બેઠકો જીતીને RJDની વોટબેંકમાં ઘટાડો કર્યો હતો. જો કોંગ્રેસ મુસ્લિમ મતો આકર્ષવામાં સફળ થાય તો RJDની વોટબેંક વધુ નબળી પડી શકે છે. તેજસ્વી યાદવની આગેવાની હેઠળની RJD પહેલાથી જ સીટ વહેંચણી અને ગઠબંધનની વ્યૂહરચનાને લઈને દબાણમાં છે. 

કર્ણાટક-તેલંગાણા જેવા પ્લાન પર વ્યૂહનીતિ

રાજકીય એક્સપર્ટનું કહેવું છે કે, કોંગ્રેસની આ વ્યૂહરચના કર્ણાટક, તેલંગાણા અને કેરળના જેવી છે, જ્યાં તેણે મુસ્લિમ સમુદાયનો વિશ્વાસ જીતીને પોતાની સ્થિતિ મજબૂત કરી. જો બિહારમાં આવું થાય તો કોંગ્રેસ મહાગઠબંધનમાં તેની સોદાબાજી શક્તિમાં તો વધારો કરશે જ, પરંતુ પોતાને એક સ્વતંત્ર શક્તિ તરીકે પણ સ્થાપિત કરી શકશે. એક વરિષ્ઠ પત્રકારના મતે મુસ્લિમ મતદારો હવે એવા ઉમેદવારને પસંદ કરી રહ્યા છે જેની ભાજપને હરાવવાની સૌથી વધુ સંભાવના ધરાવે છે. કોંગ્રેસ આ ભાવનાનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. આ જ કારણ છે કે તે વારંવાર વક્ફ કાયદા અને SIRનો મુદ્દો ઉઠાવી રહી છે.

કોંગ્રેસની સક્રિયતા ઓવૈસી માટે મુશ્કેલી

અસદુદ્દીન ઓવૈસીની AIMIM બિહારમાં મુસ્લિમ મતો માટે એક વિકલ્પ તરીકે ઉભરી આવી હતી. 2020માં તેણે પાંચ બેઠકો જીતી હતી, પરંતુ મહાગઠબંધનમાં સામેલ થવાનો તેમનો તાજેતરનો પ્રયાસ નિષ્ફળ ગયો. કોંગ્રેસની સક્રિયતા ઓવૈસી માટે મુશ્કેલીઓ વધારી શકે છે. જો કોંગ્રેસ મુસ્લિમ મતદારોને પોતાના તરફ કરી લે તો AIMIMનો વોટ શેર ઘટી શકે છે. જોકે, ઓવૈસી 45 બેઠકો પર એકલા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે, જે મહાગઠબંધનને પરોક્ષ રીતે નુકસાન પહોંચાડી શકે છે. આ છતાં જો કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં વધુ તાકાત સાથે આવતી દેખાય તો શક્ય છે કે મુસ્લિમોનો કોંગ્રેસ પર વધુ વિશ્વાસ હશે.

આ પણ વાંચો: ‘મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો’, વારાણસીમાં PM મોદીનું મોટું નિવેદન

શું કોંગ્રેસ બિહારમાં એકલા હાથે ચૂંટણી લડશે કે મહાગઠબંધનમાં રહીને પોતાની તાકાત વધારશે? તેના પર વરિષ્ઠ પત્રકાર અશોક કુમાર શર્માએ કહ્યું કે, જો કોંગ્રેસ એકલા હાથે લડશે તો તે ભાજપને નુકસાન પહોંચાડશે, પરંતુ હાલમાં ગઠબંધનમાં રહેવું તેના માટે ફાયદાકારક છે. રાહુલ ગાંધીના તાજેતરના બિહાર પ્રવાસ અને ‘નોકરી દો, પાલાયન રોકો’ યાત્રાથી પાર્ટીના કાર્યકરોમાં જોશ આવ્યો છે. જોકે, કોંગ્રેસે ઉચ્ચ જાતિ, દલિત અને મુસ્લિમ મતોનું સંતુલન બનાવવું પડશે, કારણ કે તેનો મૂળ મત પણ ઉચ્ચ જાતિનો છે જે RJD સાથેના ગઠબંધનથી વિખેરાયેલો રહે છે. 

BJP-JDU ગઠબંધન માટે પણ પડકાર 

કોંગ્રેસની આ કવાયત બિહારમાં પોતાની ગુમાવેલી સત્તા પાછી મેળવવાનો પ્રયાસ છે. એક સમયે લાલુ યાદવના ટોણાનો શિકાર બનેલી કોંગ્રેસ હવે B પાર્ટી નહીં પણ A પાર્ટી બનવાના માર્ગે આગળ વધી રહી છે. કોંગ્રેસ પોતાના જૂના આધાર વોટને મજબૂત કરવાના પ્રયાસો પણ કરી રહી છે. તેણે દલિત મતોને આકર્ષવાનું શરૂ કરી દીધું છે અને મુસ્લિમ મતદારો તેમજ OBC સમુદાય અને ઉચ્ચ જાતિઓને પણ પોતાની તરફ ખેંચવાનું શરૂ કરી દીધું છે. આ વચ્ચે જો મુસ્લિમ મતદારો કોંગ્રેસ તરફ વળે, તો તે માત્ર RJD પર જ દબાણ નહીં, પરંતુ BJP-JDU ગઠબંધન માટે પણ પડકાર ઉભો કરશે. જોકે, આ વ્યૂહરચના ત્યારે જ સફળ થશે જ્યારે કોંગ્રેસ ગ્રાઉન્ડ પર સંગઠનને મજબૂત બનાવશે અને ગઠબંધનમાં સંતુલન જાળવી રાખશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…
INDIA

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

May 17, 2026
NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…
INDIA

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

May 17, 2026
IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…
INDIA

IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…

May 17, 2026
Next Post
ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો વડોદરાની જ્વેલરી શોપમાંથી 4 તોલા વજનની બુટ્ટીઓની ઉઠાવી ગયો | A thief …

ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો વડોદરાની જ્વેલરી શોપમાંથી 4 તોલા વજનની બુટ્ટીઓની ઉઠાવી ગયો | A thief ...

રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર ગરબડનો આરોપ: પૂરાવા હોવાનો દાવો, ગુજરાતનો પણ ઉલ્લેખ કર્યો | rahul ga…

રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર ગરબડનો આરોપ: પૂરાવા હોવાનો દાવો, ગુજરાતનો પણ ઉલ્લેખ કર્યો | rahul ga...

વડોદરા પાલિકાના સ્થાયી સમિતિના મહિલા સભ્યના ખોટા સહી સિક્કા કરી આધાર કાર્ડ અપલોડ કરતો દુકાનદાર ઝડપાય…

વડોદરા પાલિકાના સ્થાયી સમિતિના મહિલા સભ્યના ખોટા સહી સિક્કા કરી આધાર કાર્ડ અપલોડ કરતો દુકાનદાર ઝડપાય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

72.4 % વાહનચાલકોના મતે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું એ ચતુરાઈ! | 72 4% of drivers believe that viol…

72.4 % વાહનચાલકોના મતે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું એ ચતુરાઈ! | 72 4% of drivers believe that viol…

1 month ago
ડ્રગ્સ કેસમાં દિગ્ગજ એક્ટ્રેસના ભાઈ વિરૂદ્ધ ફરિયાદ, ફરાર આરોપીને શોધવા પોલીસે ટીમ બનાવી | Hyderabad …

ડ્રગ્સ કેસમાં દિગ્ગજ એક્ટ્રેસના ભાઈ વિરૂદ્ધ ફરિયાદ, ફરાર આરોપીને શોધવા પોલીસે ટીમ બનાવી | Hyderabad …

5 months ago
હવે કિશોર વયે જ સફેદ વાળ આવવાનું શરૂ, ચિંતાજનક સ્થિતિ માટે આ ‘કૂટેવ’ જવાબદાર? | Now white hair start…

હવે કિશોર વયે જ સફેદ વાળ આવવાનું શરૂ, ચિંતાજનક સ્થિતિ માટે આ ‘કૂટેવ’ જવાબદાર? | Now white hair start…

1 year ago
પાકિસ્તાની સેનાની નાપાક હરકત, પરાગવાલ આંતરરાષ્ટ્રીય સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન | pakistan panic is n…

પાકિસ્તાની સેનાની નાપાક હરકત, પરાગવાલ આંતરરાષ્ટ્રીય સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન | pakistan panic is n…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News