ગેસના નિષ્ણાંતોની મદદ લેવામાં આવશે
બે બલૂનમાં પ્રોપેન ગેસ ભરીને ટેન્કરને નદીના પટમાં લાવવામાં આવશે
આણંદ: મધ્ય અને દક્ષિણ ગુજરાતને જોડતા ગંભીરા બ્રિજ હોનારતમાં ૨૨ દિવસથી લટકેલા કેમિકલ ભરેલા ટેન્કરને ઉતારવા માટે હવે બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. આ મામલે એમએસ યુનિવર્સિટીના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના ડોક્ટર નિકુલ પટેલને કામગીરી સોંપાઇ છે.
ડો. નિકુલ પટેલના જણાવ્ય અનુસાર, ટેન્કરમાં નુકસાનકારણ કેમિકલ ભરેલું છે. હવે માત્ર બલૂન ટેકનોલોજી શ્રેષ્ઠ ઉપાય છે. જેમાં મોટો બલૂન હોય છે. જેને નદીના પટમાં લઇ જઇને ઇન્ટસ્ટોલમેન્ટ કરાશે.
બાદમાં પ્રોપેન ગેસ ભરવાશે. બલૂન ઉપર જઇ શકે છે અને નીચે આવી શકે છે અને સ્થિર પણ રહી શકે છે. હાલ ટ્રકનું વજન વધુ હોવાથી બે બલૂનનો ઉપયોગ થાય તેમ છે. પ્રથમ બલૂન દ્વારા નમી પડેલા ભાગને લિફ્ટ કરાશે. બાદમાં બીજા બલૂન દ્વારા બીજા ભાગને લિફ્ટ કરીને ટેન્કરને નદીના પટમાં લાવવામાં આવશે. આ પ્રક્રિયામાં પ્રોપેન ગેસના ખાસ નિષ્ણાંત ઓપરેટરોની મદદ લેવામાં આવશે.
ટેન્કર લિફ્ટ કરવાની કામગીરી બે – ત્રણ દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે.