વડોદરા,દશામાની મૂર્તિના વિસર્જનની શોભાયાત્રામાં થયેલા ઝઘડાની અદાવત રાખી ત્રણ હુમલાખોરોએ હુમલો કર્યો હતો. જે અંગે કારેલીબાગ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં રહેતા તેજસ ગજાનંદભાઇ કદમે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા મહોલ્લામાં દશામાની મૂર્તિની સ્થાપના કરી હોઇ ગઇકાલે અમારા મહોલ્લાના માણસો સાથે વિસર્જનની શોભાયાત્રામાં રાતે ત્રણ વાગ્યે જતા હતા. તે સમયે મારા મિત્ર અમન સાથે દેવ તથા કલ્લુ માળી ઝઘડો કરતો હોઇ મેં તેઓને છૂટા પાડયા હતા. ત્યારબાદ હું મારા મિત્રને મોપેડ પર તેના ઘરે મૂકવા જતો હતો. તે દરમિયાન શોભાયાત્રામાં થયેલા ઝઘડાની અદાવત રાખી રાજ, દેવ,તથા કલ્લુએ ડંડા અને સળિયા વડે હુમલો કર્યો હતો.