gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉદયપુરની હોટલમાં રેવ-મુજરા પાર્ટી પર દરોડો, ગુજરાતના 36 ઝડપાયા | Raid on rave mujra party in Udaipur…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
ઉદયપુરની હોટલમાં રેવ-મુજરા પાર્ટી પર દરોડો, ગુજરાતના 36 ઝડપાયા | Raid on rave mujra party in Udaipur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘પાર્ટી’નો ભાવ રૂા.5000 નક્કી કરવામાં આવ્યો હતો

વેશ્યાવૃત્તિ માટે મહિલાઓ બોલાવવામાં આવી હતી, હોટલ માલિક અને દલાલ મહિલાની પણ ધરપકડ

ગુજરાતમાંથી બસ ભરીને સ્ત્રીઓ- પુરૂષો પાર્ટીમાં પહોંચ્યા હતા, બસ પણ કબજે

ઈકો સેન્સિટિવ ઝોન નજીક તીવ્ર મ્યુઝિક વગાડાતાં ધ્વનિ પ્રદૂષણ અધિનિયમની કલમ પણ લગાડાઈ

રાજકોટ: ઉદયપુરના કોડીયાત રોડ પર આવેલી હોટલ ગણેશમાં તીવ્ર સંગીતના તાલે ચાલતી રેવ અને મુજરા પાર્ટી ઉપર સ્થાનિક પોલીસે દરોડો પાડી ૪૦ પુરૂષ અને ૧૧ મહિલા સહિત કુલ પ૧ની ધરપકડ કરી હતી. તેમાં ગુજરાતની ૪ મહિલા અને ૩ર પુરૂષો સહિત ૩૬ આરોપીઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી બસ ભરીને આ પાર્ટીમાં મહિલા અને પુરૂષો ગયા હતા. પાર્ટીમાં સામેલ થવા ઈચ્છુકો માટે વ્યક્તિદીઠ રૂા.પ હજાર ભાવ રાખવામાં આવ્યા હતા. 

ગઈ તા.રના રોજ ઉદયપુરના નાઈ પોલીસ મથકની હદમાં કોડીયાત રોડ પર આવેલી ગણેશ હોટલમાં વિશ્વજીત સોલંકી નામના આયોજક દ્વારા યુવતીઓ બોલાવી તેમની પાસેથી મુજરા અને વેશ્યાવૃત્તિ કરાવાતી હોવાની બાતમી મળી હતી. એટલું જ નહીં, આ હોટલમાં ગેરકાયદે દારૂ પણ પુરો પડાતો હોવાની બાતમી હતી, જેના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી ખરાઈ કરાવી હતી. 

ત્યાર પછી  હોટલમાં રેડ કરી હતી, જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. પાર્ટીમાં સામેલ કેટલાક લોકો પોલીસથી બચવા હોટલની અગાશી ઉપર પણ ચડી ગયા હતા. કેટલાક લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ રહ્યો ન હતો. આ પાર્ટીમાં રાજસ્થાન, ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતનાં સ્થળોએથી આવેલા ૪૦ પુરૂષ અને ૧૧ મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. 

હોટલમાંથી પોલીસે ગેરકાયદે દારૂ, સાઉન્ડ સિસ્ટમ, આપત્તિજનક સામગ્રી અને ૩ મોટાં વાહનો કબજે કર્યા હતા. પાર્ટીમાં ગુજરાતમાંથી બસ ભરીને મહિલા અને પુરૂષો પહોંચ્યા હતા, જે બસ પણ કબજે કરાઈ છે. આરોપીઓ સામે વૈશ્યાવૃત્તિ કરાવવા અંગે, આબકારી અધિનિયમ અને બીએનએસની કલમો હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસે જણાવ્યું કે રાત્રે ૧૦ વાગ્યા પછી નજીકમાં સજ્જનગઢ ઈકો સેન્સિટિવ ઝોન હોવાના કારણે તીવ્ર મ્યુઝિક વગાડવા ઉપર મનાઈ હતી. આ નિયમનો પણ ભંગ કરાયો હોવાથી રાજસ્થાન ધ્વનિ પ્રદૂષણ અધિનિયમની કલમ પણ લગાડવામાં આવી છે. 

ગુજરાતની 04 મહિલા અને 32 પુરૂષ આરોપીઓની યાદી

રાજકોટ: હોટલ ગણેશમાંથી પોલીસે કુલ પ૧ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં હોટલ માલિક વિશ્વજીત સોલંકી, અમદાવાદના  ઘાટલોડીયા વિસ્તારમાં રહેતી દલાલ મંજુલાબેનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના જે આરોપીઓની ધરપકડ થઈ છે તેમાં જયપાલસિંહ જાડેજા (રહે. ખાનપર, મોરબી), નિકુંજ અનિલભાઈ (રહે. વિનોબા ભાવેનગર અમદાવાદ), મમતાબેન (રહે. અમદાવાદ), સરસ્વતીબેન (રહે. આણંદ), રાણીબેન (રહે. મહેસાણા), ભાવિન ગાંગાણી (રહે. જામજોધપુર), ગૌતમ વ્યાસ (રહે. તાલાલા ગીર), પંકજ પાનસુરીયા (રહે. ભેંસાણ), ભાસ્કર પુરોહિત (રહે. તાલાલા ગીર), નિશીત સોરીયા (રહે. ટંકારા), અસ્લમ દલ (રહે. વિસાવદર), દિપ જૈન (રહે. જામજોધપુર), પ્રફુલ સોરીયા (રહે. બંગાવડી, ટંકારા), દેવાભાઈ કેશવાલા (રહે. આંત્રોલી, માંગરોળ), મોહસીન તૈલી (રહે.ધોરાજી), કિશન ચિત્રોડા (રહે. કુતિયાણા), આરબ અબ્બાહસન (રહે. જૂનાગઢ), અલ્તાફ કુરેશી (રહે. જૂનાગઢ), ભીમાભાઈ ઓડેદરા (રહે. પોરબંદર), રાજકુમાર અલવાણી (રહે. જૂનાગઢ), અંકુર કાલરીયા (રહે. ભાણવડ, જામનગર), પ્રવીણ પરમાર (રહે. મેંદરડા), મુન્નાભાઈ (રહે. જૂનાગઢ), મેહુલ ઠુંમર (રહે. અમરેલી), જસપાલ ચૌહાણ (રહે. ગીર સોમનાથ), કલ્પેશ હડીયા (રહે. ઉના), મૌલિક રાઠોડ (રહે. બાંટવા, જૂનાગઢ),  હાસીમ મહીડા (રહે. જૂનાગઢ), જિશાન ડામર (રહે. બાંટવા), લલિત પાનસુરીયા (રહે. ભેંસાણ, જૂનાગઢ), અમિત ગંગવાણી (રહે. જૂનાગઢ), વિપુલ કાનાબાર (રહે. તાલાલા ગીર), કૃષ્ણ ભાટુ (રહે. માણાવદર), ચિરાગ ઉનડકટ (રહે. વેરાવળ) અને કિશોર દાપડા (રહે. સુરત)નો સમાવેશ થાય છે. 

કેટલાક યુવાન અને મહિલા આપત્તિજનક હાલતમાં મળ્યા

રાજકોટ: પાર્ટીમાંથી કેટલાક યુવાનો અને મહિલાઓ આપત્તિજનક હાલતમાં મળ્યા હતા. મુજરા પાર્ટીમાં ચલણી નોટો પણ ઉડાડાતી હતી. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે ગણેશ હોટલમાં થતી પ્રવૃત્તિઓ છેલ્લા કેટલાક સમયથી પોલીસની નજરમાં હતી. આ અંગે   ફરિયાદો મળ્યા બાદ આખરે પોલીસે ડમી ગ્રાહક મોકલી ખાત્રી કર્યા બાદ રેડ કરી હતી. રાત્રે પાડેલી રેડ સવાર સુધી ચાલી હતી. ઝડપાયેલા તમામ આરોપીઓના નામોની પોલીસે તેમની પાસે રહેલા દસ્તાવેજોના આધારે ખરાઈ કરી હતી. રેડ વખતે કેટલાક યુવાનો અને મહિલાઓ નશાની હાલતમાં મળી આવ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોગસ માર્કશીટ અને ડિગ્રી કૌભાંડમાં વડોદરાની નેશનલ ઇન્સ્ટિટયૂટનો ચેરમેન 17 વર્ષ બાદ ઝડપાયો | Vadodara…
GUJARAT

બોગસ માર્કશીટ અને ડિગ્રી કૌભાંડમાં વડોદરાની નેશનલ ઇન્સ્ટિટયૂટનો ચેરમેન 17 વર્ષ બાદ ઝડપાયો | Vadodara…

September 29, 2025
પંચમહાલ: કાલોલની અમૃત વિદ્યાલયના 30થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ, આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી | F…
GUJARAT

પંચમહાલ: કાલોલની અમૃત વિદ્યાલયના 30થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ, આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી | F…

September 29, 2025
ગોધરામાં ગરબા રમી પરત ફરતા પરિવાર પર હુમલો: 6 અસામાજિક તત્ત્વો સામે નોંધાઈ ફરિયાદ | godhra garba att…
GUJARAT

ગોધરામાં ગરબા રમી પરત ફરતા પરિવાર પર હુમલો: 6 અસામાજિક તત્ત્વો સામે નોંધાઈ ફરિયાદ | godhra garba att…

September 29, 2025
Next Post
મનપાના રૂ।.18 કરોડના બાકી વેરામાં સૌરાષ્ટ્ર યુનિ.એ એક રૂપિયો ન ચૂકવ્યો | Saurashtra University did n…

મનપાના રૂ।.18 કરોડના બાકી વેરામાં સૌરાષ્ટ્ર યુનિ.એ એક રૂપિયો ન ચૂકવ્યો | Saurashtra University did n...

સાયલામાં બરફનાં શિવલિંગની પ્રતિકૃતિ બનાવાઈ

સાયલામાં બરફનાં શિવલિંગની પ્રતિકૃતિ બનાવાઈ

ઉપવાસ તોડાવતા વેપારીઓ, ફરાળી પેટીસમાં મકાઈનો લોટ | Traders breaking fast selling corn flour in faral…

ઉપવાસ તોડાવતા વેપારીઓ, ફરાળી પેટીસમાં મકાઈનો લોટ | Traders breaking fast selling corn flour in faral...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાર કેનાલમાં ખાબકતા ગઢડાના યુવકનું ડૂબી જવાથી મોત | A young man from Gadhada drowned while falling i…

કાર કેનાલમાં ખાબકતા ગઢડાના યુવકનું ડૂબી જવાથી મોત | A young man from Gadhada drowned while falling i…

2 weeks ago
ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત્, સેના 24 કલાક તૈયાર રહે’, CDS જનરલ અનિલ ચૌહાણનું સૂચક નિવેદન | CDS Gen C…

ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત્, સેના 24 કલાક તૈયાર રહે’, CDS જનરલ અનિલ ચૌહાણનું સૂચક નિવેદન | CDS Gen C…

2 months ago
‘વેબસાઇટ બંધ કરી પુરાવા ખતમ કરી રહ્યું છે ચૂંટણી પંચ’ વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો નવો આરોપ | Rahul …

‘વેબસાઇટ બંધ કરી પુરાવા ખતમ કરી રહ્યું છે ચૂંટણી પંચ’ વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો નવો આરોપ | Rahul …

2 months ago
યુવક ટુ-વ્હીલર ચોરીના રવાડા ચડયો ચોરી કરાયેલા પાંચ વાહન જપ્ત કરાયા | ahmdabad police nabbed youth tw…

યુવક ટુ-વ્હીલર ચોરીના રવાડા ચડયો ચોરી કરાયેલા પાંચ વાહન જપ્ત કરાયા | ahmdabad police nabbed youth tw…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News