
– લોકસભા-વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-ચૂંટણી પંચની ગુનાઈત મીલીભગત
– નકલી, ડુપ્લીકેટ મતદારો, બનાવટી સરનામાના ‘પુરાવા’, હજારો નવા મતદારોનો ઉમેરો કરાયો , સાંજે 5.00 પછી અચાનક મતદારો વધી જાય છે
– મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પાંચ મહિના પહેલાં જ રહસ્યમય રીતે 40 લાખ મતદારોના નામ ઉમેરાયા
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ભાજપ અને ચૂંટણી પંચ મીલીભગતથી લોકસભા, મહારાષ્ટ્ર અને કર્ણાટકની ચૂંટણીઓમાં વોટ ચોરી કરીને વ્યાપક સ્તરે ગેરરીતિઓ આચરી હોવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધીએ રાજધાની દિલ્હીમાં પ્રેઝન્ટેશન આપીને ‘પુરાવા’ સાથે ચૂંટણી પંચ પર હુમલો કર્યો હતો.










