
FIR Against Nishikant Dubey And Manoj Tiwari : દેવઘર સ્થિત બાબા વૈદ્યનાથ મંદિરના ગર્ભગૃહમાં કથિત રીતે બળજબરીપૂર્વક પ્રવેશ કરવા બદલ ભાજપના સાંસદો નિશિકાંત દુબે અને મનોજ તિવારી સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મંદિરના પૂજારી કાર્તિક નાથ ઠાકુરની ફરિયાદ મુજબ, બે ઓગસ્ટ-2025ના રોજ શ્રાવણ મહિના દરમિયાન VIP-VVIPના પ્રવેશ પર પ્રતિબંધ હતો, ત્યારે આ બંને સાંસદો અને અન્ય કેટલાક લોકોએ બળજબરીપૂર્વક ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો.
બળજબરીપૂર્વક પ્રવેશ કરતા મંદિરમાં અફરાતફરી મચી હતી
ગોડ્ડાથી ભાજપ સાંસદ ડૉ.નિશિકાંત દુબે અને ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારી સામે એવો પણ આક્ષેપ કરાવામાં આવ્યો છે કે, તેમના બળજબરીપૂર્વકના પ્રવેશને કારણે મંદિર પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી અને હજારો ભક્તોમાં ગભરાટ ફેલાયો હતો.










