Earthquake on Gujarat-Rajasthan border : ગુજરાત-રાજસ્થાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં આજે શનિવારે (9 ઓગસ્ટ) ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું જણાય છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી 31 કિ.મી. ઉત્તર પૂર્વ ભાગમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો. જોકે, બંને રાજ્યોમાં કોઈ પ્રકારને જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
રાજસ્થાનમાં માઉન્ટ આબુ સહિતના વિસ્તારોમાં ભૂકંપ
રાજસ્થાનમાં પણ માઉન્ટ આબુ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં ગિરવાર, આકરાભટ્ટા, માનપુર સહિત અનેક સ્થળોએથી લોકોએ ભૂકંપ આવ્યો હોવાનું જણાવ્યું હતું. માઉન્ટ આબુના એસડીએમ ડૉ. અંશુ પ્રિયાએ જણાવ્યું હતું કે, ભૂકંપનો આંચકો લગભગ 9.03 વાગ્યે અનુભવાયો હતો. જોકે, કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. અગાઉ 7 ઓગસ્ટે સવારે 10.07 વાગ્યે રાજસ્થાનના પ્રતાપગઢ વિસ્તારમાં 3.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ મામલે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)એ પુષ્ટિ કરી હતી.
આ પણ વાંચો: VIDEO : રક્ષાબંધને દિલ્હીમાં ભારે વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર, ચોતરફ ટ્રાફિક જામ
મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર જમીનથી લગભગ 10 કિ.મી. અંદર હોવાનું સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે, રાજસ્થાનમાં એક મહિના પહેલા પણ ભૂકંપની આંચકા અનુભવાયા હતા. જેમાં જયપુર, સીકર, ઝુનઝુનુ સહિત ઘણા વિસ્તારોમાં 10 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.