CM Yogi Adityanath: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ સરકારે ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવા અને ધાર્મિક સ્થળોથી 500 મીટરની હદમાં માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના કડક આદેશો જારી કર્યા છે. શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ અમૃત અભિજાતે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક કતલખાનાઓ બંધ કરાવવા અને ધાર્મિક સ્થળોની નજીક માંસના વેચાણ પર પ્રતિબંધ લાગુ કરવાનો સુચના આપી છે.
આ પણ વાંચો: સેન્સરશીપના આરોપો બાદ મસ્કની કંપની ‘X’ પર ભડકી કેન્દ્ર સરકાર, હાઇકોર્ટમાં આપ્યો જવાબ
જૂના ઓર્ડરની પુનઃસ્થાપના
અગાઉ વર્ષ 2014 અને 2017 માં જારી કરાયેલા આદેશોને ટાંકીને યોગી સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ધાર્મિક સ્થળોની નજીક ગેરકાયદેસર પશુ કતલ અને માંસના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે.