
Driverless Bus in India : ટેસ્લાની ડ્રાઇવરલેસ કારની વાત આખી દુનિયાએ સાંભળી છે, પરંતુ હવે ભારત પણ તેમા પાછળ નથી. હૈદરાબાદની આઇઆઇટીએ ડ્રાઇવરલેસ બસનું સફળ પરીક્ષણ કર્યુ છે. તેમણે એક એવું સોફ્ટવેર બનાવ્યું છે, જેના આધારે બસ ચાલે છે. તેમા લાગેલા સેન્સર આસપાસની ટેકનિકનું ધ્યાન રાખે છે. આ ડ્રાઇવરલેસ બસનું સફળ પરીક્ષણ થઈ ચૂક્યું છે અને 90 ટકા લોકો તેનાથી ખુશ છે.










