ભાજપ
શાસિત વિરમગામ નગરપાલિકામાં
ગરટરના
પાણી રેલાવા, વરસાદી પાણીનો ભરાવો સહિતના પ્રશ્નનો ઉકેલ લાવવા ચીફ ઓફિસરને આવેદન આપ્યુ
વિરમગામ –
ભાજપ શાસિત વિરમગામ નગરપાલિકામાં પ્રાથમિક સુવિધાના પ્રશ્નો
નહીં ઉકેલાતા અપક્ષ સભ્યો મેદાનમાં પડયા છે. ગરટરના પાણી રેલાવા, વરસાદી પાણીનો ભરાવો સહિતના પ્રશ્નનો ઉકેલ લાવવા ચીફ ઓફિસરને આવેદન આપ્યું
છે.
વિરમગામ
નગરપાલિકા માં ૨૮ સભ્યો ભાજપના છે જ્યારે આઠ સભ્યો અપક્ષો છે જેઓએ ભાજપને બહારથી
ટેકો આપેલ છે. વિરમગામ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ૪ અને ૫ ના અપક્ષ સદસ્યો
અને રહીશો દ્વારા પ્રાથમિક સુવિધાઓ બાબતે વોર્ડ નંબર નવ અને પાંચમાં ઉદભવેલી
સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ સાથે ચીફ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં
આવ્યું હતું.
વિરમગામ
નગરપાલિકા દ્વારા શહેરના ૧થી ૯ વોર્ડમાં પ્રાથમિક સુવિધા જેવી કે રોડ રસ્તા પાણી
સ્ટ્રીટ લાઈટ ગટરની સુવિધા પૂરી પાડવામાં આવે છે ત્યારે વોર્ડ નંબર ૪ અને ૫ના
ચૂંટાયેલા સદસ્યો અને રહીશો દ્વારા વોર્ડ નંબર ૫ અને ૯મા આવેલ વિસ્તારમાં છેલ્લા
ઘણા સમયથી ભૂગર્ભગટરના ગંદા પાણીની નિયમિત રેલમછેલ જોવા મળે છે. પીવાનું શુદ્ધ
પાણી દૂષિત અને ગંદુ આવે છે. રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતો
નથી. નિયમિત સાફ-સફાઈ થતી નથી. ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા આવતા નથી. ભૂગર્ભ ગટરનું
પાણીનો નિકાલ માટે બનાવેલા પમ્પીંગ સ્ટેશન બંધ હાલતમાં હોય દૂષિત પાણી કબ્રસ્તાનની
બાજુમાં આવેલ તળાવમાં છોડવામાં આવે છે તે બંધ કરવામાં આવે સહિતના મુદ્દાઓને લઈને
ચીફ ઓફિસરને આવઆવેદન સુપ્રત કરવામાં આવ્યું હતું.