FASTag Annual Pass complete Guide: દેશભરમાં આજે 15 ઓગસ્ટના રોજ 79મા સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. આ અવસર પર એક્સપ્રેસ વે અને હાઈવે યાત્રાને વધુ સરળ બનાવવા માટે ફાસ્ટેગ એન્યુઅલ પાસ (FASTag Annual Pass) શરૂ કર્યો છે. જેના માટે રાજમાર્ગયાત્રા એપ પર સત્તાવાર બુકિંગ થઈ રહ્યા છે. આ વાર્ષિક પાસ લોકોને પસંદગીના માર્ગો પર માત્ર રૂ. 3000ના ખર્ચે વર્ષ દરમિયાન ટોલ-ફ્રી સવારીની સુવિધા પ્રદાન કરશે. જેમાં 1 વર્ષ માટે 200 ટ્રિપ ફ્રી રહેશે. આવો જાણીએ ફાસ્ટેગ એન્યુઅલ પાસ વિશે વધુ વિગતો…
1. કેટલો ખર્ચ કરવો પડશે?
મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ફાસ્ટેગ એન્યુઅલ પાસ માટે યુઝર્સે રૂ. 3000 ખર્ચ કરવા પડશે. આ પાસ એક વર્ષ અથવા 200 ટ્રિપ માટે માન્ય ગણાશે. જેનો ઉપયોગ એક વર્ષની અંદર કરવાનો રહેશે. જો એક વર્ષ પૂર્ણ થાય તે પહેલાં 200 ટ્રિપ પૂરી થઈ જાય તો માન્યતા સમાપ્ત થશે.
2. કયાં રસ્તા પર લાગુ થશે
FASTag પરનો આ એન્યુઅલ પાસ દરેક માર્ગ માટે નથી. મંત્રાલયનું કહેવું છે કે આ પાસ ફક્ત નેશનલ હાઇવે (NH) અને નેશનલ એક્સપ્રેસ વે (NE) પર જ લાગુ પડશે. આ પાસ રાજ્ય સરકારો, સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંચાલિત એક્સપ્રેસવે, સ્ટેટ હાઇવે (SH) વગેરેના ટોલ પ્લાઝા અથવા પાર્કિંગ સ્થળો પર કામ કરશે નહીં. આ સ્થળોએ ફાસ્ટેગમાંથી પૈસા કપાશે. તેથી તમારા ફાસ્ટેગમાં પણ બેલેન્સ રાખવુ પડશે જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ટાળી શકાય.
3. કયા પ્રકારના વાહનોને એન્યુઅલ પાસ મળશે?
VAHAN ડેટાબેઝના માધ્યમથી તપાસ કર્યા બાદ માત્ર પ્રાઈવેટ કાર, જીપ, અને વાન કેટેગરીના નોન-કોમર્શિયલ વાહનોને ફાસ્ટેગ એન્યુઅલ પાસ આપવામાં આવશે. આ પ્રોગ્રામમાં કોમર્શિયલ વાહન જેવા કે ટેક્સી-કેબ, ટ્રક, મિનિ-ટ્રેક, અને બસ જેવા કોમર્શિયલ વાહન સામેલ નથી. આ પાસનો લાભ માત્ર પ્રાઈવેટ વ્હિકલ ઓનર્સને જ મળશે. જો ફાસ્ટેગનો અન્ય કોઈ વાહન પર ઉપયોગ કરતાં પકડાયા તો તે ડી-એક્ટિવેટ થશે.
આ પણ વાંચોઃ પ.બંગાળના બર્ધમાનમાં મોટી કરુણાંતિકા, બસ-ટ્રક વચ્ચે ટક્કરમાં 10ના મોત, 30 ઈજાગ્રસ્ત
4. ક્યાંથી ખરીદી શકશો એન્યુઅલ પાસ?
ફાસ્ટેગ એન્યુઅલ પાસ ફક્ત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ની સત્તાવાર વેબસાઇટ અથવા રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ્લિકેશન દ્વારા જ ઓનલાઈન ખરીદી અથવા સક્રિય કરી શકાય છે. મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે કોઈપણ અન્ય વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા એન્યુઅલ પાસ ખરીદવાની ભૂલ ન કરો, તે છેતરપિંડી હોઈ શકે છે.
5. ફાસ્ટેગ એન્યુઅલ પાસ કેવી રીતે સક્રિય થશે?
વાહનની યોગ્યતા અને સંબંધિત ફાસ્ટેગની ખાતરી થયા પછી એન્યુઅલ પાસ સક્રિય થશે. આ માટે, યુઝર્સે NHAI વેબસાઇટ અથવા રાજમાર્ગયાત્રા એપ્લિકેશન પર જવું પડશે, જ્યાં એક લિંક મળશે. તેને રાજમાર્ગયાત્રા એપ્લિકેશન પર ફક્ત 3 સરળ પગલાંમાં એક્ટિવેટ કરવાની રહેશે. તેના માટે, એપ્લિકેશન પર આપેલ “એન્યુઅલ ટોલ પાસ” ટેબ પર ક્લિક કરો, અને એક્ટિવેટ બટન પર ક્લિક કરો. આગળના પગલામાં, વાહન રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો, પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે, તેને દાખલ કરો અને ત્રીજા પગલામાં ચુકવણી કરીને પ્રક્રિયા પૂર્ણ કરો. ચુકવણી કર્યા પછી, પાસ એક્ટિવેટ કરવાની પ્રક્રિયા શરૂ થશે. સામાન્ય રીતે, 2 કલાકની અંદર, એન્યુઅલ પાસ ફાસ્ટેગ પર સક્રિય થઈ જશે.
6. શું પાસ માટે નવો ફાસ્ટેગ લેવો પડશે?
ના, યુઝર્સને એન્યુઅલ પાસ એક્ટિવેટ કરાવવા માટે નવો ફાસ્ટેગ ખરીદવાની જરૂર નથી. એન્યુઅલ પાસ ફક્ત તમારા હાલના FASTag પર સક્રિય થશે. આ શરતોનું પાલન કરવુ અનિવાર્ય છે. ફાસ્ટેગ વાહનના વિન્ડશિલ્ડ પર યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરેલું હોય, માન્ય વાહન રજિસ્ટ્રેશન નંબર સાથે જોડાયેલું હોય અને બ્લેકલિસ્ટેડ ન હોય. તેથી, એન્યુઅલ પાસ એક્ટિવેટ કરતા પહેલા આ બાબતોની ચકાસણી કરવાની ખાતરી કરો.
7. શું એન્યુઅલ પાસ ટ્રાન્સફર કરી શકાય?
ના, એન્યુઅલ પાસ કોઈપણ સંજોગોમાં ટ્રાન્સફર કરી શકાતો નથી. તે ફક્ત તે વાહન માટે માન્ય રહેશે જેના પર ફાસ્ટેગ ઇન્સ્ટોલ અને રજીસ્ટર્ડ હોય. જો તેનો ઉપયોગ અન્ય કોઈપણ વાહન પર કરવામાં આવે તો તે આપમેળે નિષ્ક્રિય થઈ જશે. પાસના સચોટ એક્ટિવેશન માટે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ફાસ્ટેગ તે જ વાહનના વિન્ડશિલ્ડ પર ઇન્સ્ટોલ કરેલું હોય જેના પર તે રજીસ્ટર્ડ છે.
8- શું પાસ ચેસિસ નંબર સાથે રજીસ્ટર્ડ ફાસ્ટેગ પર ઉપલબ્ધ હશે?
ના, એન્યુઅલ પાસ એક્ટિવેટ કરવા માટે, અરજદારે તેના ફાસ્ટેગ પર વ્હિકલ રજિસ્ટ્રેશન નંબર (VRN) અપડેટ કરવો ફરજિયાત રહેશે. આ પાસ ફક્ત ચેસિસ નંબર પર નોંધાયેલા FASTags પર સક્રિય થશે નહીં. આ માટે, યુઝર્સ પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઇટ (Parivahan.gov.in)ની મુલાકાત લઈને તેમના વાહનની વિગતો અપડેટ કરી શકે છે.
9- એન્યુઅલ પાસમાં ટ્રિપની ગણતરી કેવી રીતે થશે?
મંત્રાલય અનુસાર, પોઈન્ટ બેઝ્ડ ટોલ પ્લાઝા પર એક ક્રોસ કરવા પર સિંગલ ટ્રિપ ગણાશે. જે રાઉન્ડ ટ્રિપ પર બે ટ્રિપ ગણાશે. ક્લોઝ્ડ અર્થાત બંધ ટોલ પ્લાઝામાંથી ક્રોસ કરવાની સ્થિતિમાં એન્ટ્રી અને એક્ઝિટ બંને સિંગલ ટ્રિપને એક જ ટ્રિપ ગણવામાં આવશે. આથી મુસાફરી દરમિયાન આ વાતનું ધ્યાન અવશ્ય રાખો.
10- શું ફાસ્ટેગ વોલેટમાં જમા રકમથી પાસ ખરીદી શકાય?
ના, એન્યુઅલ પાસ ખરીદવા માટે, તમારે રાજમાર્ગયાત્રા મોબાઇલ એપ્લિકેશન અથવા NHAIની સત્તાવાર વેબસાઇટ દ્વારા 3,000 રૂપિયાની સંપૂર્ણ રકમ ચૂકવવી પડશે. તે પછી પાસ એક્ટિવેટ થશે. તમારા FASTag વોલેટ અથવા બેલેન્સ રકમનો ઉપયોગ પાસ ખરીદવા માટે કરી શકાશે નહીં. FASTagમાં બાકીની રકમનો ઉપયોગ સામાન્ય રસ્તાઓ પર ચુકવણી કરવા માટે કરવામાં આવશે જે આ પાસના કાર્યક્ષેત્રમાં આવતા નથી.
મંત્રાલય અનુસાર, પોઈન્ટ-આધારિત ટોલ પ્લાઝા પર દરેક વન-વે ક્રોસિંગને એક જ ટ્રિપ ગણવામાં આવશે. એટલે કે, જો રાઉન્ડ ટ્રિપ (આવવા-જવા) લાગુ કરવામાં આવે છે, તો તેને 2 ટ્રિપ ગણવામાં આવશે. બંધ ટોલ પ્લાઝા પાર કરવાના કિસ્સામાં, પ્રવેશ અને બહાર નીકળવા બંનેને એક જ ટ્રિપ ગણવામાં આવશે. તેથી, મુસાફરી કરતી વખતે આ ધ્યાનમાં રાખો.