gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, ખેડૂતો ખુશ; જુઓ ક્યાં ક્યાં વરસાદ પડ્યો | Monsoon Showe…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, ખેડૂતો ખુશ; જુઓ ક્યાં ક્યાં વરસાદ પડ્યો | Monsoon Showe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain in Gujarat: ગુજરાતમાં અનેક જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે (15મી ઑગસ્ટ) ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં લાંબા સમય બાદ વરસાદની પધરામણી થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. 

સારા વરસાદથી પાકને ફાયદો થતા ખેડૂતો ખુશખુશાલ

મળતી માહિતી અનુસાર, હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેમાં દિવ સહિત કોડીનાર-ઉના અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમરેલીના સાવરકુંડલામાં બપોર બાદ મેઘરાજાનું આગમન થયું હતું. લાંબા વિરામ બાદ સાવરકુંડલામાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો હતો અને અસહ્ય ઉકળાટ અને ગરમીથી પણ લોકોને રાહત મળી. 

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના, અકાળા, દુધાળા, ધરમપુર, કાલીંભડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટ જેતપુરના વિવિધ વિસ્તારોમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કચ્છના લખપતમાં લાંબા વિરામ બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. બનાસકાંઠાના અંબાજીમાં આજે  ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તા પર ભરાયા પાણી.

15મી અને 16મી ઑગસ્ટે આ જિલ્લામાં ભારે વરસાદ પડશે

હવામાન વિભાગની આગાહી અનુસાર, 15મી ઑગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

16મી ઑગસ્ટ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

17મી અને 18મી ઑગસ્ટની આગાહી

17મી ઑગસ્ટના રોજ ફરીથી વરસાદની તીવ્રતા વધતી દેખાય છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરુચ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.

આ પણ વાંચો: ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત, એકનું મોત, 15 ઈજાગ્રસ્ત

18મી  ઑગસ્ટે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

19મીથી 20મી ઑગસ્ટની આગાહી

19મી ઑગસ્ટે તો ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ દિવસે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

20મી ઑગસ્ટ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

ગુજરાતમાં સરેરાશ 64 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં સરેરાશ 22 ઇંચ સાથે 64 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અત્યારસુધીના નોંધપાત્ર વરસાદને પગલે ખેતી પણ ખીલી ઊઠી છે. અત્યારસુધી 82 ટકા વિસ્તારમાં વાવણી પૂર્ણ થઈ છે. આ ઉપરાંત 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 69 ટકા છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં સરેરાશ 78 ટકા જળસ્તર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોડીરાતે સનફાર્મારોડ પર થાર લઇને જતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ મોપેડચાલક યુવકને ટક્કર મારતા મોત | 19 y…
GUJARAT

મોડીરાતે સનફાર્મારોડ પર થાર લઇને જતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ મોપેડચાલક યુવકને ટક્કર મારતા મોત | 19 y…

February 14, 2026
ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …
GUJARAT

ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …

February 14, 2026
વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે | people in vadodara will no…
GUJARAT

વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે | people in vadodara will no…

February 14, 2026
Next Post
સાળંગપુરમાં કષ્ટભંજનદેવ દેશભક્તિના રંગે રંગાયા, દાદાને તિરંગાનો શણગાર કરાતા ભક્તો ભાવવિભોર | Salangp…

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ દેશભક્તિના રંગે રંગાયા, દાદાને તિરંગાનો શણગાર કરાતા ભક્તો ભાવવિભોર | Salangp...

સુરેન્દ્રનગરમાં સામૂહિક દુષ્કર્મ બાદ મહિલાની હત્યા, એક આરોપી ઝડપાયો, ચાર હજુ ફરાર | Crime in Surendr…

સુરેન્દ્રનગરમાં સામૂહિક દુષ્કર્મ બાદ મહિલાની હત્યા, એક આરોપી ઝડપાયો, ચાર હજુ ફરાર | Crime in Surendr...

ભારતની સાથે અન્ય કેટલા દેશ 15 ઓગસ્ટે મનાવે છે સ્વતંત્રતા દિવસ? લિસ્ટમાં ઉત્તર કોરિયાનું પણ નામ | cou…

ભારતની સાથે અન્ય કેટલા દેશ 15 ઓગસ્ટે મનાવે છે સ્વતંત્રતા દિવસ? લિસ્ટમાં ઉત્તર કોરિયાનું પણ નામ | cou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં એક આખા ગામના લોકોનું ધર્માંતરણ કરાવી હિન્દુમાંથી મુસ્લિમ બનાવી દેવાયા | gujarat entire vil…

ગુજરાતમાં એક આખા ગામના લોકોનું ધર્માંતરણ કરાવી હિન્દુમાંથી મુસ્લિમ બનાવી દેવાયા | gujarat entire vil…

4 months ago
યુનિ.નો પદવીદાન સમારોહ નવે.માં યોજાય તેવી શક્યતા | University’s graduation ceremony likely to be hel…

યુનિ.નો પદવીદાન સમારોહ નવે.માં યોજાય તેવી શક્યતા | University’s graduation ceremony likely to be hel…

4 months ago
આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની પોલીસે કરી ધરપકડ, આમરણ ઉપવાસ પર બેસે તે પહેલા કાર્યવાહી | AAP le…

આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની પોલીસે કરી ધરપકડ, આમરણ ઉપવાસ પર બેસે તે પહેલા કાર્યવાહી | AAP le…

4 months ago
જામનગરના યુવાન પર પ્રેમ લગ્ન બાદ પ્રેમિકાના પિતા-ભાઈનો હથિયાર વડે હુમલો, સસરા-સાળા સહિત 4 સામે પોલીસ…

જામનગરના યુવાન પર પ્રેમ લગ્ન બાદ પ્રેમિકાના પિતા-ભાઈનો હથિયાર વડે હુમલો, સસરા-સાળા સહિત 4 સામે પોલીસ…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News