Jharkhand News: ઝારખંડ સરકારના શાળા શિક્ષણ મંત્રી રામદાસ સોરેનનું નિધન થયું છે. JMMના પ્રવક્તા કુણાલે આ વાતની પુષ્ટિ કરી છે. 2 ઓગસ્ટના રોજ જમશેદપુરના ઘોડાબંધા સ્થિત તેમના નિવાસસ્થાને બ્રેઈન હેમરેજ થવાને કારણે તબિયત લથડતાં મંત્રી રામદાસ સોરેનને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા.