જામનગર તાલુકાના ધ્રોલમાં ગાંધી ચોકમાં જન્માષ્ટમીના તહેવારના દિવસે મટકી ફોડના કાર્યક્રમ દરમિયાન એક ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે બબાલ થઈ હતી, અને ત્રણ શખ્સોએ હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડી હતી, અને સોનાનો ચેઇન ખેંચી લીધો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે ધ્રોલમાં ભરવાડ શેરીમાં રહેતો અને ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલો જયદીપ પુનાભાઈ વરુ નામનો 39 વર્ષનો ટ્રાન્સપોર્ટનો ધંધાર્થી યુવાન પરમદીને જન્માષ્ટમીના તહેવારના દિવસે મચ્છો મિત્ર મંડળ દ્વારા આયોજિત ગાંધી ચોકમાં કૃષ્ણ ઉત્સવ દરમિયાન મટકી ફોડ અને કેક કટીંગના કાર્યક્રમમાં હાજર રહ્યો હતો, જે દરમિયાન ધ્રોલનાજ વતની કારાભાઈ ગેલાભાઈ વરુ અને તેના અન્ય બે સાગરીતો સાથે બબાલ થઈ હતી.
જે ત્રણેય શખ્સોએ માથાના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કર્યો હતો, ઉપરાંત પગની ઢાંકણીમાં પણ ઈજા પહોંચાડી ફ્રેક્ચર કરી નાખ્યું હતું. જયારે તેણે ગળામાં પહેરેલો સાડા ચાર તોલાનો સોનાનો ચેઇન, જે પણ ખેંચી લીધો હતો, આથી મામલો ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવાયો છે. ચોર પોલીસ એ ત્રણેય સામે ગુનો નોધિ, તેઓની શોધખોળ શરૂ કરી છે.
જામનગરના રીક્ષા ચાલક યુવાનને માર પડ્યો: ત્રણ સામે ફરિયાદ
જામનગરમાં સુભાષ પાર્ક શેરી નંબર એકમાં રહેતા અને રીક્ષા ચલાવતા વિપુલ અમૃતલાલ ગોરી નામના રીક્ષાચાલક યુવાન પર હાજી સીદીક ખફી, આરીફ તેમજ કાસમ નામના ત્રણ શખ્સોએ બેટ વડે હુમલો કરી ઇજા પહોંચાડયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.