![]()
Vadodara Theft Case : વડોદરામાં અકોટા બ્રિજ પાસેથી પોલીસે એક રીઢા ચોરને ઝડપી પાડી તેની પાસેથી રોકડા 1.35 લાખ તેમજ અન્ય ચીજ વસ્તુઓ કબજે કરી છે.
અકોટા બ્રિજ નીચે સ્કૂટર લઈ પસાર થતા ગુનેગાર અંકિત રમણભાઈ પાટણવાડીયા (રહે-ભાથુજીનગર સયાજીગંજ મૂળ સેગવા, શિનોર) ને ડીસીપી ઝોન-1 ના સ્કવોડે ઝડપી પાડી તેની પાસેની બેગ તપાસતા અંદરથી ચોરી કરવા માટેના જુદા જુદા સાધનો મળી આવ્યા હતા.
આ ઉપરાંત તેની પાસેથી રોકડા રૂ.1.35 લાખ, એક કેમેરો અને મોબાઈલ પણ મળી આવ્યા હતા. પૂછપરછ દરમ્યાન અકોટા, ગોત્રી, કારેલીબાગ અને બોરસદ વિસ્તારમાં ચોરી કર્યાની વિગતો ખુલી હતી. બંધ દુકાનોને ટાર્ગેટ કરતા અંકિત સામે અગાઉ 32 ગુના નોંધાયા હતા. તેમજ ત્રણ વખત પાસા હેઠળ જેલ પણ જઈ આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા પછી પણ વારંવાર ગુના આચારતો
હોવાથી અકોટા પોલીસે તેની વધુ પૂછપરછ જારી રાખી છે.










