gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદામાં મનરેગા ટેન્ડર મુદ્દે ભાજપના જ સાંસદ અને ધારાસભ્ય આમને-સામને, સરકારમાં રજૂઆતથી રાજકારણ ગરમા…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
નર્મદામાં મનરેગા ટેન્ડર મુદ્દે ભાજપના જ સાંસદ અને ધારાસભ્ય આમને-સામને, સરકારમાં રજૂઆતથી રાજકારણ ગરમા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada News: નર્મદા જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળના ટેન્ડર મુદ્દે ભાજપમાં જ આંતરિક વિખવાદ સામે આવ્યો છે. એક તરફ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ઓછા ભાવોને કારણે ‘રી-ટેન્ડરિંગ’ની માગણી કરી રહ્યા છે, તો બીજી તરફ ભરૂચના સાંસદ મનસુખ વસાવા ‘વર્ક ઓર્ડર’ તાત્કાલિક આપવાની રજૂઆત કરી રહ્યા છે. આ મુદ્દે સરકારમાં થયેલી રજૂઆતોથી રાજકારણ ગરમાયું છે.

ધારાસભ્યનો પક્ષ: ભવિષ્યમાં નાણાકીય ઉચાપતની ભીતિ

ડો. દર્શનાબેન દેશમુખે રાજ્ય સરકારના મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે, મનરેગાના ટેન્ડર માટે એજન્સીઓએ માર્કેટ અને એસ.ઓ.આર. (Schedule of Rates) રેટ કરતાં 50 થી 60 ટકા ઓછા ભાવ ભર્યા છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આટલા નીચા ભાવે કામ માટે માલસામાન પહોંચાડવો શક્ય નથી. તેમનો તર્ક છે કે આનો હેતુ ભવિષ્યમાં નાણાકીય ઉચાપત કરવાનો હોઈ શકે છે. તેથી તેમણે આવા ટેન્ડરો મંજૂર ન કરવા અને ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા વિનંતી કરી છે.

નર્મદામાં મનરેગા ટેન્ડર મુદ્દે ભાજપના જ સાંસદ અને ધારાસભ્ય આમને-સામને, સરકારમાં રજૂઆતથી રાજકારણ ગરમાયું 2 - image

સાંસદનો પક્ષ: સરકારી નાણાંની બચત અને અધિકારીઓનો વિલંબ

સાંસદ મનસુખ વસાવાએ નર્મદાના DDOને પત્ર લખીને આ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયાને 4 મહિના વીતી ગયા હોવા છતાં વર્ક ઓર્ડર આપવામાં આવ્યા નથી. તેમના મતે, ઓછા ભાવોથી સરકારી નાણાંની બચત થાય છે, ઉચાપતનો કોઈ પ્રશ્ન નથી.

વસાવાએ કેટલાક અધિકારીઓ પર આક્ષેપ કરતા કહ્યું છે કે, તેઓ યોજનાની માર્ગદર્શિકાઓને અવગણીને ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ કરી રહ્યા છે અને ઓછો ભાવ ગણાવીને ટેન્ડર રદ કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારનો આવો કોઈ ઠરાવ નથી કે નીચા ભાવે ટેન્ડર રદ કરવા. સાંસદે ભારપૂર્વક જણાવ્યું કે કામની ગુણવત્તા જાળવવાની જવાબદારી અધિકારીઓની છે, પરંતુ તેઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે.

નર્મદામાં મનરેગા ટેન્ડર મુદ્દે ભાજપના જ સાંસદ અને ધારાસભ્ય આમને-સામને, સરકારમાં રજૂઆતથી રાજકારણ ગરમાયું 3 - image

સમગ્ર ઘટનાક્રમ

મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લામાં 2025-26 માટે મનરેગા યોજનાના ટેન્ડર પૂર્ણ થઈ ગયા છે. આ જ મુદ્દે તાજેતરમાં દાહોદ અને ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં કેટલાક નેતાઓ અને તેમના સગા-સંબંધીઓની સંડોવણી સામે આવી હતી અને તેમની ધરપકડ પણ થઈ હતી. આવા સંજોગોમાં નર્મદામાં પણ ટેન્ડર પ્રક્રિયા મુદ્દે આ રાજકીય વિરોધાભાસ સામે આવતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

નર્મદામાં મનરેગા ટેન્ડર મુદ્દે ભાજપના જ સાંસદ અને ધારાસભ્ય આમને-સામને, સરકારમાં રજૂઆતથી રાજકારણ ગરમાયું 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
બિહાર SIRમાં જેમના નામ મતદાર યાદીમાંથી દૂર થયા, તેઓ આધાર કાર્ડનો ઉપયોગ કરીને દાવો કરી શકશેઃ ચૂંટણી પ…

બિહાર SIRમાં જેમના નામ મતદાર યાદીમાંથી દૂર થયા, તેઓ આધાર કાર્ડનો ઉપયોગ કરીને દાવો કરી શકશેઃ ચૂંટણી પ...

NEET PG 2025નું પરિણામ જાહેર, જાણો ક્યારથી ડાઉનલોડ કરી શકશો સ્કોરકાર્ડ | NEET PG Result 2025 out at …

NEET PG 2025નું પરિણામ જાહેર, જાણો ક્યારથી ડાઉનલોડ કરી શકશો સ્કોરકાર્ડ | NEET PG Result 2025 out at ...

30 દિવસ સુધી ધરપકડ થવા પર પદથી હટાવી શકાશે CM અને મંત્રી, આજે લોકસભામાં આવશે બિલ!

30 દિવસ સુધી ધરપકડ થવા પર પદથી હટાવી શકાશે CM અને મંત્રી, આજે લોકસભામાં આવશે બિલ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંધારણીય સંસ્થાઓ પોત-પોતાના દાયરામાં સીમિત રહે, ત્યારે જ થાય છે પરસ્પર સન્માન: જગદીપ ધનખડ | Vice Pre…

બંધારણીય સંસ્થાઓ પોત-પોતાના દાયરામાં સીમિત રહે, ત્યારે જ થાય છે પરસ્પર સન્માન: જગદીપ ધનખડ | Vice Pre…

1 year ago
વડોદરા કોર્પોરેશનના 1232 કર્મચારીઓને છઠ્ઠા પંચ મુજબ ઘર ભાડાનો તફાવત ચુકવાયો નથી | 1232 employees of …

વડોદરા કોર્પોરેશનના 1232 કર્મચારીઓને છઠ્ઠા પંચ મુજબ ઘર ભાડાનો તફાવત ચુકવાયો નથી | 1232 employees of …

10 months ago
કાર ભાડે મૂકવાની લાલચમાં ન આવતા! અમદાવાદના યુવકે 12 ગાડીઓ બારોબાર વેચી મારી, 18 લાખની છેતરપિંડી | ca…

કાર ભાડે મૂકવાની લાલચમાં ન આવતા! અમદાવાદના યુવકે 12 ગાડીઓ બારોબાર વેચી મારી, 18 લાખની છેતરપિંડી | ca…

4 months ago
ટ્રમ્પ-ઈરાન ડીલથી ભારત માટે ગુડ ન્યૂઝ: પેટ્રોલ-ડીઝલથી લઈને શેરબજાર સુધી થશે આ 5 ફાયદા! | us iran pea…

ટ્રમ્પ-ઈરાન ડીલથી ભારત માટે ગુડ ન્યૂઝ: પેટ્રોલ-ડીઝલથી લઈને શેરબજાર સુધી થશે આ 5 ફાયદા! | us iran pea…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News