– મહુવા ડિવિઝનમાં પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઈવ
– મહુવા ટાઉન, ગ્રામ્ય-1 અને 2, જેસર તથા બગદાણા સબ ડિવિઝનમાં 600 થી વધારે કનેક્શન તપાસ્યા
ભાવનગર : મહુવા ડિવિઝનના પાંચ સબ ડિવિઝનમાં પીજીવીસીએલ દ્વારા આજે સવારે વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૯૫ કનેક્શનોમાં રૂ.૩૯.૭૩ લાખની વીજચોરી ઝડપાઈ છે.
ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના પાલિતાણા ડિવિઝનમાં પીજીવીસીએલ દ્વારા ગત રોજ વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે બાદ આજે મહુવા ડિવિઝનના મહુવા ટાઉન, મહુવા ગ્રામ્ય-૧ અને ૨, જેસર તથા બગદાણા સબ ડિવિઝનમાં પીજીવીસીએલની ૩૯ ટીમો દ્વારા વહેલી સવારથી વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલની ચેકિંગ ટીમો દ્વારા ૬૪૮ રહેણાંકી, ૪ વાણીજ્ય અને ૧ ખેતીવાડી કનેક્શન મળી કુલ ૬૫૩ વીજ કનેક્શન તપાસવામાં આવ્યા હતા. જેમાંથી ૯૩ રહેણાંકી, ૧ વાણીજ્ય અને ૧ ખેતીવાડી મળી કુલ ૯૫ વીજ કનેક્શનોમાં કુલ રૂ.૩૯.૭૩ લાખની વીજચોરી ઝડપાઈ હતી.