gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા જળબંબાકાર, સરદાર સરોવર ડેમ હાલ 77 ટકા ભરાયો | gujarat saurashtra flo…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા જળબંબાકાર, સરદાર સરોવર ડેમ હાલ 77 ટકા ભરાયો | gujarat saurashtra flo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain in Saurashtra Coastal Area: ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન શ્રીકાર વરસાદ પડ્યો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં કલ્યાણપુર તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 10.75 ઇંચ તથા દ્વારકા તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે પોરબંદર તાલુકામાં 4 ઇંચ જેટલો, માંગરોળ તાલુકામાં 3.74 ઇંચ, સૂત્રાપાડા તાલુકામાં 3.35 ઇંચ, જાફરાબાદ તાલુકામાં 3.07 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.    

આ ઉપરાંત આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં માત્ર 4 કલાકમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં 5 ઇંચથી વધુ તથા કેશોદમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં 4.76 ઇંચ તથા ગીર સોમનાથના તાલાલા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

આ પણ વાંચો: હવામાન વિભાગે કરી મોટી આગાહી, 13 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર, આગામી 3 કલાક ભારે

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા જળબંબાકાર, સરદાર સરોવર ડેમ હાલ 77 ટકા ભરાયો 2 - image

સરદાર સરોવર  ડેમની સ્થિતિ 

રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ 26,0174 એમ.સી.એફ.ટી.જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ 77.88 ટકા ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,15,537 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે.જે કુલ સંગ્રહ ક્ષમતાના 74.48 ટકા છે.  રાજ્યમાં હાલ 64 ડેમને હાઇ ઍલર્ટ, 29 ડેમને ઍલર્ટ તથા 21 ડેમને ચેતવણી આપવામાં આવી છે.  

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ આજે 20 ઑગસ્ટ, 2025ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 71 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 73 ટકાથી વધુ, ઉત્તર ગુજરાત ઝોનમાં 72 ટકાથી વધુ, મધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં 69.92 ટકા તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો 69.06 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.  

મધુવંતી નદી બની ગાંડીતૂર, રસ્તાઓ બંધ

મેંદરડામાં મુશળધાર વરસાદથી મધુવંતી નદી ગાંડીતૂર બની છે. નદીના 5 કોઝવે પર ઓવરટોપિંગ થતાં રસ્તા બંધ થઈ ગયા છે. મીઠાપુર અને દાત્રાણા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.

આ પણ વાંચો: દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામા મેધમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્યો

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ આગાહી કરવામાં આવી છે. આજે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 13 જિલ્લામાં રેડ ઍલર્ટ અને 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

13 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર

હવામાન વિભાગે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: જૂનાગઢના મેંદરડામાં આભ ફાટ્યું: 4 કલાકમાં 10 ઇંચ વરસાદ, તમામ સ્કૂલોમાં રજા જાહેર

6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર

આ ઉપરાંત, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભરુચ, તાપી અને ડાંગ સહિત 6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા છે, તેથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

17 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર

રાજ્યના અન્ય 17 જિલ્લા જેમ કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરુચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લામાં હળવા કે મધ્યમ વરસાદની સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાણી પીણીની દુકાનોમાં ચેકિંગ : દૂધ, ઘી, તેલ, ખમણ અને ઢો…

વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાણી પીણીની દુકાનોમાં ચેકિંગ : દૂધ, ઘી, તેલ, ખમણ અને ઢો...

વડોદરામાં શ્રીજીની મૂર્તિઓના વિસર્જન માટે તળાવોની સાફ-સફાઈ સહિતની કામગીરી શરૂ કરી દેવા તાકીદ | Urgen…

વડોદરામાં શ્રીજીની મૂર્તિઓના વિસર્જન માટે તળાવોની સાફ-સફાઈ સહિતની કામગીરી શરૂ કરી દેવા તાકીદ | Urgen...

સુરતના વરાછા ઝોનમાં પુષ્ટિ ગાર્ડનને રીડેવલ્પ કરવા સવા બે કરોડનો ખર્ચ કરવાની તૈયારી | Preparations to…

સુરતના વરાછા ઝોનમાં પુષ્ટિ ગાર્ડનને રીડેવલ્પ કરવા સવા બે કરોડનો ખર્ચ કરવાની તૈયારી | Preparations to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચમાં બારોબાર દુકાન અને મકાનો ભાડે આપનાર માલિકો સામે પોલીસની લાલ આંખ : 20 માલિકો સામે જાહેરનામા ભં…

ભરૂચમાં બારોબાર દુકાન અને મકાનો ભાડે આપનાર માલિકો સામે પોલીસની લાલ આંખ : 20 માલિકો સામે જાહેરનામા ભં…

11 months ago
અમદાવાદ એરપોર્ટ પર ધુમ્મસની આફત, 15 ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોની હાલાકી વધી | ahmedabad airport flig…

અમદાવાદ એરપોર્ટ પર ધુમ્મસની આફત, 15 ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોની હાલાકી વધી | ahmedabad airport flig…

6 months ago
બંધ પડેલી અજબડી મિલના કંપાઉન્ડમાં રમાતા જુગાર પર રેડ | Raid on gambling in the compound of the close…

બંધ પડેલી અજબડી મિલના કંપાઉન્ડમાં રમાતા જુગાર પર રેડ | Raid on gambling in the compound of the close…

2 months ago
નર્મદા કિનારે જમીન અપાવનાર વકીલને ચૂકવેલી ફી પાછી આપવા NRI દ્વારા ધમકી,5 લાખ પાછા લીધા | NRI threate…

નર્મદા કિનારે જમીન અપાવનાર વકીલને ચૂકવેલી ફી પાછી આપવા NRI દ્વારા ધમકી,5 લાખ પાછા લીધા | NRI threate…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News