2515 લીટર દારૃ સાથે ૪ની ધરપકડ, ૧૬ વોન્ટેડ જાહેર
દેશી દારૃ, વાહનો સહિત રૃ.૯.૬૩ લાખનો મુદ્દામાલ જપ્ત ઃ જીસ્ભના દરોડા બાદ સ્થાનિક પોલીસ બેડામાં નવાજુનીના એંધાણ
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે દારૃની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની ફરિયાદો ઉઠતા સ્થાનીક પોલીસે અંધારામાં રાખી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ની ટીમે ચોટીલા તાલુકાના ખાટડી ગામીન સીમમાં ધમધમતી દેશી દારૃની ભઠ્ઠી પર દરોડો પાડયો હતો. એસએમસીટીની ટીમે રૃ.૫.૦૩ લાખની કિંમતનો ૨૫૧૫ લીટર દારૃ સાથે ૪ની ધરપકડ કરી ૧૬ વોન્ટેડ જાહેર કર્યા હતા.
ચોટીલા તાલુકાના ખાટડી ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં ધમધમતી દેશી દારૃની ભઠ્ઠી પર એસએમસી પીએસઆઈ સહિતના સ્ટાફે રેઈડ કરી હતી. જેમાં સ્થળ પરથી (૧) સાગરભાઈ નરશીભાઈ વાઘેલા (૨) રાયધનભાઈ દેવાભાઈ સોલંકી (૩) દિનેશભાઈ નરશીભાઈ મકવાણા અને (૪) બાવકુભાઈ સીધાભાઈ પડાયા તમામ રહે.ખાટડીને ઝડપી પાડયા હતા. એસએમસીની ટીમે સ્થળ પરથી દેશી દારૃ ૨૫૧૫ લીટર કિંમત રૃા.૫,૦૩,૦૦૦, દેશી દારૃ બનાવવાનો આથો ૧૮,૪૦૦ લીટર કિંમત રૃા.૪,૬૦,૦૦૦, ગોળ ૧૮૦૦ કિલો કિંમત રૃા.૧૮,૦૦૦, ૪ મોબાઈલ કિંમત રૃા.૧૬,૦૦૦, ફાયર વુડ ૬૦૦ કિલો કિંમત રૃા.૯૦૦ તેમજ પીકઅપ કાર, ટ્રેકટર સહિતના ૭ વાહનો કિંમત રૃા.૧૩,૭૫,૦૦૦, રોકડ રૃા.૩૧,૭૦૦ સહિત કુલ રૃા.૨૪,૦૬,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
રેઈડ દરમ્યાન (૧) જયુભાઈ ભોજાભાઈ ગોવાળીયા(મુખ્ય આરોપી) (૨) અજીતભાઈ ભાભલુભાઈ ગોવાળીયા(મુખ્ય આરોપીના ભાગીદાર) (૩) અમરદિપભાઈ શિવકુભાઈ ગોવાળીયા(મુખ્ય આરોપીના ભાગીદાર) (૪) અનીલભાઈ ભાભલુભાઈ ગોવાળીયા(મુખ્ય આરોપીના ભાગીદાર) (૫) ભાનુભાઈ બહાદુરભાઈ ગોવાળીયા (ગોળનો જથ્થો પુરો પાડનાર તેમજ મુખ્ય આરોપીના ભાગીદાર) (૬) જીગાભાઈ લવકાભાઈ ભડાણીયા તમામ રહે.ખાટડી તા.ચોટીલા (૭) અલ્ટો કારનો માલીક (૮) સ્વીફ્ટ કારનો માલીક (૯) અલગ-અલગ ત્રણ પીકઅપ વાહનના ત્રણ માલીકો (૧૦) ટ્રેકટરના માલિક (૧૧) બાઈક માલિક (૧૨) મંગળુભાઈ ખાચર, રહે.ખાટડી તા.ચોટીલા અને (૧૩) અજાણ્યા બે શખ્સો (દેશી દારૃનો જથ્થો મંગાવનાર) હાજર મળી આવ્યા નહોતા.
આથી ઝડપાયેલ ૪ શખ્સો તેમજ હાજર મળી ન આવેલ ૧૬ શખ્સો સહિત કુલ ૨૦ શખ્સો સામે નાની મોલડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનોે નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ચોટીલાના ખાટડી ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૃની ભઠ્ઠી ધમધમતી હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા એસએમસીની ટીમે રેઈડ કરતા આગામી દિવસોમાં સ્થાનિક પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.