– મહી નદીમાં પાણી છોડવામાં આવતા કિનારાના ગામના લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા જણાવાયું
લુણાવાડા,દીવડા કોલોની : મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં નવા નીરની આવક થતાં ૬ ગેટને ૪ ફૂટ જેટલુ ખોલી તેમાંથી ૩૯,૬૦૦ કયુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યુ હતુ.કડાણા ડેમમાં ૮૦ ટકા ભરાઇ જતા તેને એલર્ટ સ્ટેજ ઉપર મૂકાવામાં આવ્યો છે.
ઉપરવાસમાં પડી રહેલા અતિભારે વરસાદને કારણે ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ ગયો છે.
કડાણા ડેમમાંથી ૬૦,૦૦૦ કયુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યુ હતુ. કડાણા ડેમ દ્વારા હાઇડ્રો પાવર મારફતે ૨૦૪૦૦ કયુસેક પાણી જયારે ગેટ મારફતે ૩૯,૬૦૦ કયુસેક પાણી છોડયુ હતુ હાલમાં, જળાશય ૮૦% ભરાઈ ગયું હોવાથી તેને એલર્ટ સ્ટેજ પર મૂક્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને નદીના પટમાં અવર જવર નકરવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા માટે અપીલ કરી છે.
વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર જાહેરાતો પર જધ્ યાન આપવા વિનંતી કરી છે. જ્યારે લુણાવાડા ,ખાનપુર અને કડાણા તાલુકાના મની નદી કિનારના ગામના લોકોને સાવચેત રહેવા તંત્રએ જણાવ્યુ છે.