gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫નો ભવ્ય પ્રા…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫નો ભવ્ય પ્રા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫નો પ્રારંભ કરાવ્યો હતો.

કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫નો પ્રારંભ કરાવતા કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે અમદાવાદના આંગણે આજે આ ચેમ્પિયનશિપનો પ્રારંભ થઈ રહ્યો છે. આવા આયોજનો દેશના ઉભરતા એથ્લિટસની પ્રેરણાનું કેન્દ્ર બનવા સાથે એથ્લિટ્સને પ્રોત્સાહન પૂરું પાડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે દેશમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ નિર્માણ પામી રહી છે.

માંડવિયાએ જણાવ્યું હતું કે દેશમાં પ્રાચીન સમયથી જ રમતગમત ક્ષેત્ર સમાજનો આગવો હિસ્સો રહ્યું છે અને સતત વિકસી રહ્યું છે. દેશના વડાપ્રધાન બન્યા બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ખેલો ઈન્ડિયા’ અને ‘ફિટ ઇન્ડિયા’નો નારો આપ્યો. દેશના એથલિટ્સને આંતરાષ્ટ્રીય સ્તરની રમતો માટે તૈયાર કરવા અને દેશમાં સુઆયોજિત સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવા તેમણે ઘણા મહત્વના રિફોર્મ્સ કર્યા.

સ્પોર્ટ્સ પોલિસી વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ પોલિસી સ્પોર્ટ્સને ઍક્સેસિબલ બનાવીને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈકો સિસ્ટમને મજબૂત કરવાનું કાર્ય કરે છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં સ્પોર્ટ્સ પોલિસીમાં ગુડ ગવર્નન્સ પણ લાગુ કરાયું છે. સ્પોર્ટ્સ ગવર્નન્સ એથલિટ્સ સેન્ટ્રીક બનાવવા સાથે મહિલાઓને ફેડરેશનમાં પ્રતિનિધિત્વ મળે અને સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમમાં આવવાનો મોકો મળે એ સ્પોર્ટ્સ ગવર્નન્સ સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત, સ્પોર્ટ્સ પોલિસીમાં ગુડ ગવર્નન્સ થકી દિવ્યાંગોને પણ સ્પોર્ટ્સમાં સરખું પ્રતિનિધિત્વ મળે એ દિશામાં કામગીરી કરવામાં આવે છે એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં વાત કરતા કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે સ્પોર્ટ્સ આપણી વિરાસત છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ આપણી પુંજી છે, જેનો લાભ લઈને ભારતને દુનિયાના ટોપ ટેન સ્પોર્ટ્સ કન્ટ્રીમાં પહોંચાડવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો છે. વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરીને ટોપ-૫ સ્પોર્ટિંગ કન્ટ્રીઝમાં સ્થાન મેળવવા પણ આપણે પ્લાન બનાવીને એ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે આપણા વેઇટલિફ્ટર્સ આ રમતમાં સુંદર સફળતા મેળવી રહ્યા છે. આવી વધુને વધુ પ્રતિયોગિતાઓ આપણા યુવાઓને સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવા આગવી પ્રેરણા પૂરી પાડશે. સાથે જ, મંત્રીએ તમામ આયોજક સંસ્થાઓનો આભાર વ્યક્ત કરતા તેમને અભિનંદન પાઠવ્યા હતા.

ઈન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ મહોમ્મદ હસન જલૂદ અલ શમ્મારીએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટ ૨૦૨૬માં ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની ક્વોલિફાયર ઇવેન્ટ હશે. ભારતની યંગ ટેલેન્ટ આજે વેઇટલિફ્ટિંગમાં સતત સફળતા મેળવીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટક્કર આપી રહી છે. ભારતનો ભવ્ય વારસો અને પ્રાચીન સંસ્કૃતિ તેની ઓળખ છે. આજે ભારત સ્પોર્ટ્સ અને આર્થિક ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારત સરકારના સતત સહકારના લીધે જ આજે આ ચેમ્પિયનશિપ આટલી સરળતાથી આયોજિત થકી શકી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના સેક્રેટરી જનરલ પોલ કોફફાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં યોજાઈ રહેલી આ આંતરરાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટ ઓલિમ્પિક સ્તરની તૈયારીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે યોજાઈ રહી છે. આ ચેમ્પિયનશિપના આયોજનમાં દરેક ક્ષેત્રે રાજ્ય અને કેન્દ્ર સરકારનો અત્યંત સહયોગ સાંપડ્યો છે.

ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ સહદેવ યાદવે સ્વાગત પ્રવચન કરતા વિશ્વભરમાંથી વેઇટલિફ્ટિંગ સાથે સંકળાયેલા અને કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પધારેલા સૌને આવકાર્યા હતા. સાથે જ, સબિના યાદવે પણ સૌને આવકાર્યા હતા.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ તકે ઉપસ્થિત રહ્યાં હતાં. મંત્રીએ ઉદ્ઘાટન કાર્યકમ બાદ પ્રસ્તુત કરાયેલી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળીને સૌને બિરદાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ૩૧ ઓગસ્ટ સુધી યોજાનાર ચેમ્પિયનશિપમાં ૧૪૪ જેટલા મેડલ્સ જીતવા ૩૦ કોમનવેલ્થ દેશોના ૨૯૧ એથલિટ્સ કોમનવેલ્થ સિનિયર, જુનિયર અને યુથ વેઇટલિફ્ટિંગ સ્પર્ધાઓમાં ભાગ લેશે.

કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ એન્ગ પોહ ઓંગ, એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના સેક્રેટરી જનરલ મહોમ્મદ અલહરબી, રાજ્યસભા સાંસદ નરહરિ અમીન અને બાબુભાઈ દેસાઈ, મહેસાણાના લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, રમત ગમત – યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના અગ્રસચિવ અશ્વિની કુમાર, ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ સહદેવ યાદવ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અજય પટેલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ સંદીપ સાંગલે, કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫ના સંચાલકો – અધિકારીઓ, રાજ્યના રમતગમત વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ, એથલિટ્સ સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં કાર ચાલકે સાઈકલ પર જતાં આધેડને ફંગોળી નાખ્યા, દ્રશ્ય જોઈ હચમચી જશો | Shocking Accident in…
GUJARAT

અમદાવાદમાં કાર ચાલકે સાઈકલ પર જતાં આધેડને ફંગોળી નાખ્યા, દ્રશ્ય જોઈ હચમચી જશો | Shocking Accident in…

September 28, 2025
અમદાવાદમાં ગર્ભવતી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, લગ્નના 7 મહિનામાં જ આપઘાત | ahmedabad tragedy…
GUJARAT

અમદાવાદમાં ગર્ભવતી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, લગ્નના 7 મહિનામાં જ આપઘાત | ahmedabad tragedy…

September 28, 2025
અમદાવાદમાં હોર્ડિંગ લગાવતા 3 શ્રમિક સાતમા માળેથી નીચે પટકાયા, કરંટ લાગતા બની દુર્ઘટના | 3 workers fe…
GUJARAT

અમદાવાદમાં હોર્ડિંગ લગાવતા 3 શ્રમિક સાતમા માળેથી નીચે પટકાયા, કરંટ લાગતા બની દુર્ઘટના | 3 workers fe…

September 28, 2025
Next Post
અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરાયું

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરાયું

ગુજરાતના 213 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં 3.31 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ…

ગુજરાતના 213 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં 3.31 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ...

VIDEO : અંતરિક્ષમાં મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? અનુરાગ ઠાકુરનો જવાબ સાંભળી વિદ્યાર્થીઓ આશ્ચ…

VIDEO : અંતરિક્ષમાં મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? અનુરાગ ઠાકુરનો જવાબ સાંભળી વિદ્યાર્થીઓ આશ્ચ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીઓના બેંક એકાઉન્ટની તપાસ | Bank accounts of four accused including the m…

મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીઓના બેંક એકાઉન્ટની તપાસ | Bank accounts of four accused including the m…

4 weeks ago
રાજસ્થાન પોલીસે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાની કરી અટકાયત, જાણો કયા કેસમાં થઈ કાર્યવાહી | Rajasthan…

રાજસ્થાન પોલીસે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાની કરી અટકાયત, જાણો કયા કેસમાં થઈ કાર્યવાહી | Rajasthan…

6 months ago
ઉમેદવારોનું આગલી રાતથી શહેરમાં રોકાણ, 70 કેન્દ્રો પર પીએસઆઈની પરીક્ષા સંપન્ન | psi exam in vadodara …

ઉમેદવારોનું આગલી રાતથી શહેરમાં રોકાણ, 70 કેન્દ્રો પર પીએસઆઈની પરીક્ષા સંપન્ન | psi exam in vadodara …

6 months ago
દારૃ અને રૃા.૧૫ લાખના તોડકાંડમાં આખરે એસીબીની કલમનો ઉમેરો | ACB Act add in prohibition case

દારૃ અને રૃા.૧૫ લાખના તોડકાંડમાં આખરે એસીબીની કલમનો ઉમેરો | ACB Act add in prohibition case

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News