
West Bengal Political News : ભારતના રાજકીય ક્ષેત્રમાં ચાલી રહેલો મતદાર યાદી સુધારણાનો વિવાદ હવે વધુ ઉગ્ર બની રહ્યો છે. બિહાર પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ મુદ્દા પર ખુલ્લેઆમ ચેતવણી આપી છે. કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખની એક રેલીમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, તેઓ કોઈને પણ બંગાળના લોકોનો મતદાન અધિકાર છીનવી લેવા દેશે નહીં.
ભાજપ અને ચૂંટણી પંચ પર સીધા પ્રહારો
મમતા બેનરજી (CM Mamata Banerjee)એ ભાજપ (BJP) પર ગંભીર આરોપ મૂકતા કહ્યું કે, ‘ભાજપે મતદાર યાદીમાંથી નામો દૂર કરવાના ઈરાદાથી દેશભરમાંથી 500થી વધુ ટીમોને બંગાળમાં મોકલી છે.










