Rajkot BJP Leaders Meet Amit Shah: રાજકોટ ભાજપમાં છ મહિનાથી પ્રમુખ મૂકાઈ ગયા છે, પરંતુ બાકીના હોદ્દેદારોની પસંદગી-નિયુક્તિ હજુય બાકી છે. સામાન્ય રીતે પ્રમુખ બદલાતા નિવૃત્ત થતા મહામંત્રી સહિતના હોદ્દેદારોને દરેક શહેરમાં નાછૂટકે મુદત વધારો મળી ગયો. બીજી બાજુ મહા નગર પાલિકાની 6 મહિના પછી ચૂંટણીઓ તૈયારીઓ શરૂ થઈ છે. આ સ્થિતિમાં ભાજપમાં પ્રવર્તતા ઘુંઘવાટ વચ્ચે સ્થાનિક નેતાઓ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરતા ચર્ચા જાગી છે.
આ પણ વાંચોઃ ગીર સોમનાથ જિલ્લા એલસીબીનો સપાટો, ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત આઠ લોકો જુગાર રમતા પકડાયા
ગૃહમંત્રીને મળ્યા નેતાઓ
મહાપાલિકાના શાસકોએ જેનું આમંત્રણમાંથી નામ કાપી નાંખતા વિવાદ સર્જાયો હતો તે સાંસદ રામ મોકરીયા પણ ગૃહમંત્રીને મળ્યા હતા. આ સાથે જ ધારાસભાની ગત ચૂંટણીમાં ટિકિટ ન મળ્યા બાગ સાઇડલાઇન થયેલા પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલે પણ મુલાકાત કરી હતી. આ પહેલા સરકારી ક્ષેત્રે પ્રદેશ ભાજપની નેતાગીરીને નેવે મૂકી વિજય મેળવનાર ચાલુ ટર્મમાં મંત્રી પદ નથી મળ્યું તે જયેશ રાદડીયાએ પણ ગૃહમંત્રી સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચોઃ રીબડા ફાયરિંગ કેસઃ પોલીસે વધુ બે આરોપીની કરી ધરપકડ, ભાડૂતીઓને હથિયાર પૂરા પાડ્યાનો આરોપ
રાજકોટ ભાજપમાં મતભેદ
નોંધનીય છે કે, રાજકોટ મહાપાલિકાના સંકલનમાં વારંવાર મતભેદો સામે આવ્યા છે. જૂનાગઢમાં જૂથવાદ અને મોરબીની માથાકૂટ કે અમરેલીમાં પત્રકાંડ સહિતના વિવાદો છે, તે સ્થિતિમાં આ મુલાકાત અંગે પૂછતા નેતાઓ ઔપચારિક કે શુભેચ્છા માટેની ગણાવી રહ્યા છે. પરંતુ, હકીકતમાં રાજકોટ સહિત સંગઠન અને સત્તામાં કેન્દ્રમાં મોટા ફેરફારની સંભાવના જોવા મળે છે.