gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બ્રિટનમાં સૌથી મોટી ટેક્સચોરી કેસમાં આરિફ પટેલને 9 કરોડ પાઉન્ડ ચૂકવવા આદેશ | indian origin designer …

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in INDIA
0 0
0
બ્રિટનમાં સૌથી મોટી ટેક્સચોરી કેસમાં આરિફ પટેલને 9 કરોડ પાઉન્ડ ચૂકવવા આદેશ | indian origin designer …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Arif Patel: બનાવટી ડિઝાઇનર વસ્ત્રોની તરકટી આયાત-નિકાસ કરી મની લોન્ડરિંગ કરનારાં 57 વર્ષના ભારતીય મૂળના આરિફ પટેલને 90 મિલિયન પાઉન્ડની રકમ પરત કરવાનો આદેશ ગુરૂવારે ચેસ્ટર ક્રાઉન કોર્ટે આપ્યો હતો. આ રકમ વસૂલ કરવા માટે ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ તેની સંપત્તિને વેચી શકશે. અગાઉ યુકેમાં કરચોરી કરવા બદલ એપ્રિલ 2023માં આરિફ પટેલને તેની ગેરહાજરીમાં ખટલો ચલાવી વીસ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. જુલાઇ 2011 માં દુબઇ નાસી ગયેલો આરિફ પટેલએ પછી કદી યુકે પાછો ફર્યો નથી.

ટેક્સ ચોરી કૌભાંડ: આરિફ પટેલને 90 મિલિયન પાઉન્ડ પરત કરવાનો આદેશ

ચીફ ક્રાઉન પ્રોસિક્યુટર એડ્રિયાન ફોસ્ટરે જણાવ્યું હતું કે ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ-સીપીએસ-હીઝ મેજેસ્ટીઝ રેવન્યુ એન્ડ કસ્ટમ્સ -એચએમઆરસી તથા લેન્કેશાયર પોલીસે એકમેક સાથે સહકાર સાધી એવી જડબેસલાક વ્યવસ્થા કરી છે કે આરિફ પટેલ તેના બનાવટી વસ્ત્રોના કૌભાંડ અને ખોટાં વેટ ક્લેઇમ દ્વારા મેળવેલાં નાણાં પોતાની પાસે ન રાખી શકે. આરિફ પટેલે 90 મિલિયન પાઉન્ડથી વધારે રકમ પરત કરવી જ પડશે અથવા તેની મૂળ કેદની સજામાં વધારો કરવામાં આવશે. સીપીએસ દ્વારા કોન્ફિસિકેશન ઓર્ડર મેળવવામાં આવ્યો હોઇ તેની પાસેથી લેણી નીકળતી રકમ પરત મેળવવા તેની સંપત્તિને વેચી શકાશે.

વિવિધ કંપનીઓ દ્વારા 33.4 મિલિયન પાઉન્ડની છેતરપિંડી

યુકેના પ્રોસિક્યુટર્સના જણાવ્યા અનુસાર પટેલ અને તેની 26 જણાંની ટોળકીએ કાપડની તથા મોબાઇલ ફોન્સની બનાવટી નિકાસ બતાવી બનાવટી વેલ્યુએડેડ ટેક્સ-વેટ-દ્વારા બ્રિટિશ સરકાર પાસેથી 33.4 મિલિયન પાઉન્ડ તફડાવી લીધાં હતા. તેમણે ખોખાં કંપનીઓની ચેઇન બનાવી 19.19 મિલિયન પાઉન્ડના બનાવટી ડિઝાઇનર્સ વસ્ત્રોની આયાત કરી તેનું વેચાણ દર્શાવ્યું હતું. આ રીતે મેળવેલાં નાણાં દ્વારા ઓફશોર બેન્ક એકાઉન્ટ ખોલાવી તેમાંથી પ્રેસ્ટન અને લંડનમાં સંપત્તિઓ ખરીદવામાં આવી હતી તેમ સીપીએસે જણાવ્યું હતું.

ખોટાં હિસાબો દર્શાવવા, સરકારને છેતરવી અને મની લોન્ડરિંગના ગુનાસર આરિફ પટેલને 2023 માં ગુનેગાર ઠેરવવામાં આવ્યો હતો.

સજા અને વસૂલાત: આરિફ પટેલનું ગુનાઇત સામ્રાજ્ય સમાપ્ત

એચએમઆરસીના ડાયરેક્ટર રિચાર્ડ લાસે જણાવ્યું હતું કે આરિફ પટેલ લોકોના ખર્ચે વૈભવી ઠાઠથી રહેતો હતો પણ હવે તેણે ગુનાઇત પ્રવૃત્તિઓ દ્વારા ઉભું કરેલું સંપત્તિનું સામ્રાજ્ય ગુમાવવું પડશે. તેની પાસેથી વસૂલ કરવામાં આવનારી રકમ સીધી જાહેર સેવાઓના ભંડોળમાં જશે. 2011 અને એપ્રિલ 2023 દરમિયાન છ ખટલાઓ ચલાવી યુકેના ટેક્સ વિભાગે તેની 26 જણાંની ટોળકીને જેલ કરી તેમને કુલ 147 વર્ષ અને સાત મહિનાની કેદની સજા ફટકારી હતી.

આ પણ વાંચો: દબંગોએ માર્યા બાદ થૂક ચટાડ્યુ, રાજસ્થાનના અલવરમાં 11 વર્ષના દલિત છોકરા સાથે બર્બરતા

એચએમઆરસીના જણાવ્યા અનુસાર જુલાઇ 2011માં જ આરિફ પટેલ દુબઇ ગયો હતો. એ પછી તેને તેની ગેરહાજરીમાં ગુનેગાર ઠરાવી તેને સજા કરવામાં આવી પણ તે કદી યુકે પાછો ફર્યો નથી.

સીપીએસની સિદ્ધિ: છેલ્લા પાંચ વર્ષમાં 478 મિલિયન પાઉન્ડની વસૂલાત

છેલ્લા પાંચ વર્ષમાં સીપીએસે જપ્તીના આદેશ મેળવી 478 મિલિયન પાઉન્ડની વસૂલાત કરી છે. જેથી હજારો દોષી ગુનેગારો તેમના ગુનાઇત કૃત્યો દ્વારા મેળવવામાં આવેલી રકમના લાભ ન મેળવી શકે. ગુનાનો ભોગ બનેલાંઓને 95 મિલિયન પાઉન્ડ કરતાં વધારે રકમ વળતર તરીકે પરત આપવામાં આવી છે.

બ્રિટનમાં સૌથી મોટી ટેક્સચોરી કેસમાં આરિફ પટેલને 9 કરોડ પાઉન્ડ ચૂકવવા આદેશ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…
INDIA

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…

February 14, 2026
સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio…
INDIA

સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio…

February 14, 2026
નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત : મોદી | New administrative complex Sev…
INDIA

નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત : મોદી | New administrative complex Sev…

February 14, 2026
Next Post
દબંગોએ માર્યા બાદ થૂક ચટાડ્યુ, રાજસ્થાનના અલવરમાં 11 વર્ષના દલિત છોકરા સાથે બર્બરતા | alwar domineer…

દબંગોએ માર્યા બાદ થૂક ચટાડ્યુ, રાજસ્થાનના અલવરમાં 11 વર્ષના દલિત છોકરા સાથે બર્બરતા | alwar domineer...

ભેજાબાજે ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે થર્ડ પાર્ટીની કારને બારોબાર વેચી નાખી રૂ.4.65 લાખ પડાવી લીધા | A s…

ભેજાબાજે ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે થર્ડ પાર્ટીની કારને બારોબાર વેચી નાખી રૂ.4.65 લાખ પડાવી લીધા | A s...

ઝઘડિયા GIDC નજીક દધેડા ગામ પાસે 2 બાઈકસવાર 4 શખ્સો બે વ્યક્તિઓના ગળે પંચ રાખી બે મોબાઈલ ફોનની લૂંટ ચ…

ઝઘડિયા GIDC નજીક દધેડા ગામ પાસે 2 બાઈકસવાર 4 શખ્સો બે વ્યક્તિઓના ગળે પંચ રાખી બે મોબાઈલ ફોનની લૂંટ ચ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો, અસલી બૅંક એકાઉન્ટમાં નકલી એપથી દેખાડ્યું 2.19 કરોડનું રોક…

ગુજરાતમાં સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો, અસલી બૅંક એકાઉન્ટમાં નકલી એપથી દેખાડ્યું 2.19 કરોડનું રોક…

2 months ago
પાણીગેટમાં માથાભારે બૂટલેગરનો યુવક પર જીપ ચઢાવી કચડી નાંખવાનો પ્રયાસ | bootlegger tried to crush you…

પાણીગેટમાં માથાભારે બૂટલેગરનો યુવક પર જીપ ચઢાવી કચડી નાંખવાનો પ્રયાસ | bootlegger tried to crush you…

7 months ago
ગુજરાત સિને મીડિયા એર્વાર્ડ પરિવાર દ્વારા તારીખ 20/12/2025 ન રોજ સંસ્કારી નગરી વડોદરા ના આંગણે ગુજરા…

ગુજરાત સિને મીડિયા એર્વાર્ડ પરિવાર દ્વારા તારીખ 20/12/2025 ન રોજ સંસ્કારી નગરી વડોદરા ના આંગણે ગુજરા…

2 months ago
સફેદ પરિંદે : પરંપરા અને વૈભવનો સંગમ

સફેદ પરિંદે : પરંપરા અને વૈભવનો સંગમ

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News