Landslide in Pithoragarh : ઉત્તરાખંડનાં પિથૌરાગઢ જિલ્લામાં મોટી દુર્ઘટના બની છે. અહીં ભૂસ્ખલનના કારણે ધૌલીગંગા વીજળી પ્રોજેક્ટની ટનલમાં એનએચપીસીના 19 કર્મચારીઓ ફસાયા છે. ભૂસ્ખલનના કારણે પાવર હાઉસનો રસ્તો બંધ થઈ ગયો છે. ધારચૂલાના નાયબ જિલ્લા અધિકારી જિતેન્દ્ર વર્માએ કહ્યું કે, સ્થળ પર ભારે કાટમાળ પડ્યો હોવાના કારણે કર્મચારીઓ ટનલમાં જ ભસાઈ ગયા છે. ભારે મશીનો મંગાવીને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે, ત્યારબાદ જ ફસાયેલા કર્મચારીઓ બહાર આવી શકશે.
બંને તરફનો રસ્તો બંધ થતા કર્મચારીઓ ફસાયા
અધિકારીઓએ કહ્યું કે, ‘ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતાં ટનલમાં નેશનલ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (NHPC)ના 19 કર્માચરીઓ પાવર હાઉસમાં ફસાયા છે. ધારચૂલાના પાસે ઈલાગઢ વિસ્તારમાં ધૌલીગંગા વીજળી પ્રોજેક્ટના સામાન્ય અને ઈમરજન્સી સુરંગો તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. અહીં વારંવાર કાટમાળ પડી રહ્યો છે, તેમ છતાં જેસીબી મશીનોથી રસ્તો કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
उत्तराखंड के पिथौरागढ़ जिले के धारचूला में हुआ लैंडस्लाइड, NHPC बिजली प्रोजेक्ट टनल में फंसे 11 कर्मचारी.
प्रशासन द्वारा रेस्क्यू अभियान जारी है, बड़े-बड़े पत्थरों ने सुरंग का मुंह बंद कर दिया है, मलबा हटाने के प्रयास जारी हैं.#NHPC #Uttrakhand #Pithoragarh #TunnelMishap pic.twitter.com/6ULrylOkEs
— Shivam Pratap Singh (@journalistspsc) August 31, 2025
આ પણ વાંચો : ત્રણ દાયકા બાદ કાશ્મીરમાં ખુલ્યા શારદા ભવાની મંદિરના કપાટ, મુસ્લિમોએ કહ્યું- ‘ઘાટી પંડિતોની જન્મભૂમિ’
કાટમાળ હટાવ્યા બાદ તમામ કર્મી બહાર આવશે
જિતેન્દ્ર વર્માએ કહ્યું કે, તમામ કર્મચારીઓ સુરક્ષિત છે. વીજળી પ્રોજેક્ટનો રસ્તો ખુલ્યા બાદ તમામ કર્મચારીઓ બહાર આવી શકશે. પિથૌરાગઢ પોલીસ અધિક્ષક રેખા યાદવે કહ્યું કે, ‘શ્રમિકો ફસાયા છે. મોટા મોટા પથ્થરો પડવાના કારણે ટનલમો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે. ઘટનાસ્થળે મોકલવામાં આવેલ જેસીબી મશીનો દ્વારા કાટમાળ હટાવવાની પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. કંપની અને સ્થાનીક તંત્ર ટનલમાં ફસાયેલા શ્રમિકો અને કર્મચારીઓના સંપર્કમાં છે. કર્મચારીઓ પાસે ખાણી-પીણીની તમામ સામગ્રી છે. ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. અમને આશા છે કે, ટનલના મુખ્ય રસ્તે પડેલો કાટમાળ વહેલી તકે હટાવી દેવાશે અને કર્મચારીઓ બહાર આવી જશે.
આ પણ વાંચો : સંસદ પરિસરમાં ભગવાન જગન્નાથના રથના ત્રણ પૈડા સ્થાપિત કરાશે, લોકસભા સ્પીકરે મંજૂરી આપી