વડોદરા : શેર બજારમાં રોકણ કરશો તો ઉંચુ વળતર મળશે તેમ જણાવી ૨.૬૧
કરોડની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મુકતા અદાલતે
અરજદારની અરજી નામંજૂર કરી હતી.અદાલતે ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપીએ
ગુનામાં સક્રિય ભૂમિકા ભજવી છે અને ૧૦ લાખનું કમિશન લીધું હોવાનો આક્ષેપ છે.
કેસની વિગત એવી છે કે, આરોપીઓએ ફરિયાદીનેસીઆઇએનવી અને સીઆઇએનવી ૫૦૦
નામના વોટ્સએપ ગૃપમાં સામેલ કર્યા હતા અને જો તમે શેર માર્કેટમાં રોકાણ કરશો તો
તમને ઉંચુ વળતર મળશે તેવી લાલચ આપી હતી.
ફરિયાદીએ કુલ ૨.૬૧ કરોડનું રોકાણ કર્યું હતું પરંતુ ત્યાર બાદ આ રકમ
પરત ચૂકવવામાં આવી ન હતી અને આરોપીઓઅ ેછેેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે સીઆઇડી સાઇબર
ક્રાઇમે ગુનો દાખલ કરી દેવરાજ કપુર(રહે.જોધપુર)ની ધરપકડ કરી હતી.
પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી દેવરાજ કપુરે જામીન
અરજી મુકી રજૂઆત કરી હતી કે, તેની
આ ગુનામાં કોઇ સંડોવણી નથી. જ્યારે મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી
કે, આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળી કાવત્રુ રચી ગુનાને અંજામ
આપ્યો છે. આરોપી ગુનાઇત ભૂતકાળ ધરાવે છે. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા
બાદ આરોપીની જામીન અરજી રદ કરી હતી.