gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મા અંબાના પ્રસાદમાં ભળ્યો આદિવાસી જાતિના લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા, રોજગારી અને પરંપરાનો અનોખો સંગમ …

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
મા અંબાના પ્રસાદમાં ભળ્યો આદિવાસી જાતિના લોકસંગીતનો લહેકો, શ્રદ્ધા, રોજગારી અને પરંપરાનો અનોખો સંગમ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ambaji Bhadarvi Poonam Mela 2025 : શક્તિપીઠ અંબાજીમાં જગ વિખ્યાત ભાદરવી પૂનમનો મહામેળા માઇભક્તોની અતૂટ શ્રદ્ધા સાથે રંગેચંગે ઉજવાય રહ્યો છે. જેમાં દુરદુરથી શ્રદ્ધાળુઓ કઠિન પગપાળા યાત્રા કરી મા અંબાના ધામમાં ઉમટી રહ્યા છે. જ્યાં મા અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મહામેળાના ત્રીજા દિવસે (ત્રીજી સપ્ટેમ્બર) 7.70 લાખ લોકોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યા હતા. મંદિરના ચારચચોકમાં હૈયે હૈયું દળાય તેટલા માઇભક્તો ઉમટી પડતાં સમગ્ર વાતાવરણ બોલ માડી અંબે..જય..જય..અંબેના નારાથી ગુંજી ઉઠતાં ભક્તિનો માહોલ છવાયો છે. 

શક્તિપીઠ અંબાજી ખાતે ભરાઈ રહેલા મહા મેળાનો આજે ચોથો દિવસ છે. આ મેળામાં માતાજીના પ્રસાદનું વિતરણ એક અનોખી રીતે થઈ રહ્યું છે, જ્યાં ધાર્મિક શ્રદ્ધા સાથે આદિજાતિ સમાજની પરંપરા અને લોકસંગીતનો સુભગ સમન્વય જોવા મળે છે. “અંબાજી પ્રસાદ ઘર” માત્ર પ્રસાદ બનાવવાનું કેન્દ્ર જ નહીં, પરંતુ રોજગારી, ભક્તિ અને સાંસ્કૃતિક વારસાનું એક અનોખું સંગમ બન્યું છે.

ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી અને પ્રસાદ સમિતિના નોડલ કે. કે. ચૌધરીએ જણાવ્યું કે, તમામ માઇભક્તોને મા અંબેનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા દરમિયાન 27 જેટલા પ્રસાદ કેન્દ્રો બનાવી પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, પ્રસાદ બનાવવાની કામગીરીમાં કુલ 700 જેટલા આદિવાસી કારીગરો આ પવિત્ર કાર્યમાં જોડાયા છે. અત્યાર સુધીમાં 651 ઘાણ પ્રસાદ તૈયાર કરાયો છે, જેમાં 80 ગ્રામના કુલ 25 લાખ પેકેટ તૈયાર કરાયા છે. તો બીજી તરફ અત્યાર સુધી 11 લાખથી વધુ પેકેટનું વિતરણ થઈ ચૂક્યું છે.

મેળા દરમિયાન કુલ 1000 ઘાણ પ્રસાદ બનાવવાનું આયોજન છે. એક ઘાણમાં કુલ 326.5 કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવે છે, જેમાં 100 કિલો બેસન, 150 કિલો ખાંડ, 76.5 કિલો ઘી અને 200 ગ્રામ ઇલાયચીનો ઉપયોગ થાય છે.

પ્રસાદ બનાવતી વખતે આદિવાસી બાંધવો પરંપરાગત લોકગીતો ગાઈને ભક્તિમય વાતાવરણનું નિર્માણ કરી રહ્યા છે. પુરુષો લોકગીતો ગાઈ પ્રસાદ બનાવે છે, જ્યારે મહિલાઓ આદિવાસી લોકબોલીના ગીતો પર ગરબે ઘૂમીને મા અંબાની ભક્તિમાં લીન થાય છે. તેમની મહેનત, શ્રદ્ધા અને લોકસંગીતના સૂરો પ્રસાદને એક અનોખી મીઠાશ અને ભક્તિનો સુગંધિત સ્પર્શ આપે છે.

2.50 લાખ કિલો પ્રસાદ બનાવશે

આ વર્ષે અંદાજે 2.50 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવામાં આવશે. આ માટે 90,000 કિલો કરકરો બેસન, 1,35,000 કિલો ખાંડ, 67,000 કિલો શુદ્ધ ઘી અને 180 કિલો ઇલાયચીનો ઉપયોગ થશે. આ પ્રસાદને 30 લાખથી વધુ પેકેટ્સમાં વિતરણ કરવાનું આયોજન છે. આ ભગીરથ કાર્ય માટે 700થી વધુ કારીગરો રાત-દિવસ કાર્યરત રહેશે.

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે દરેક ભક્ત સુધી સરળતાથી અને સ્વચ્છતાથી પ્રસાદ પહોંચાડવામાં આવશે. મેળા દરમિયાન ભક્તોની સુવિધા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

માઇભક્તો માટે સુવિધા

મંદિર ટ્રસ્ટ દ્વારા માઇભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભવ્ય પ્રસાદ વિતરણ વ્યવસ્થા સાથે દર્શન, રહેવા અને અન્ય સુવિધાઓ પણ સુચારુ રીતે ચાલે તે માટે તંત્ર અને ટ્રસ્ટ સંયુક્તપણે કામ કરી રહ્યા છે. આ વર્ષે 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મેળામાં આવશે તેવો અંદાજ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા? ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો | Ahmedaba…
GUJARAT

અમદાવાદ: ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા? ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો | Ahmedaba…

April 27, 2026
ચૂંટણી ફરજમાં બેદરકારી ભારે પડી: મોરવાહડફમાં પ્રિસાઈડિંગ ઓફિસર સામે ધરપકડ વોરંટ જાહેર | Panchmahal N…
GUJARAT

ચૂંટણી ફરજમાં બેદરકારી ભારે પડી: મોરવાહડફમાં પ્રિસાઈડિંગ ઓફિસર સામે ધરપકડ વોરંટ જાહેર | Panchmahal N…

April 27, 2026
‘હવે આવું કૃત્ય નહીં કરીએ..’, જામનગર પોલીસ સામે દાદાગીરી કરી, જાહેરમાં હથિયાર બતાવ્યું, બાદમાં કાકલૂ…
GUJARAT

‘હવે આવું કૃત્ય નહીં કરીએ..’, જામનગર પોલીસ સામે દાદાગીરી કરી, જાહેરમાં હથિયાર બતાવ્યું, બાદમાં કાકલૂ…

April 27, 2026
Next Post
UPI યુઝર્સ માટે ગુડ ન્યૂઝ: 24 કલાકમાં રૂ.10 લાખના ટ્રાન્ઝેક્શન કરી શકાશે, જાણો નવા નિયમ | NPCI Incre…

UPI યુઝર્સ માટે ગુડ ન્યૂઝ: 24 કલાકમાં રૂ.10 લાખના ટ્રાન્ઝેક્શન કરી શકાશે, જાણો નવા નિયમ | NPCI Incre...

હવે 9 નહીં પ્રાઇવેટ નોકરી કરતાં લોકોએ 10 કલાક કામ કરવું પડશે, ગુજરાતનાં પડોશી રાજ્યમાં નવો નિયમ | pr…

હવે 9 નહીં પ્રાઇવેટ નોકરી કરતાં લોકોએ 10 કલાક કામ કરવું પડશે, ગુજરાતનાં પડોશી રાજ્યમાં નવો નિયમ | pr...

લોક રક્ષક દળ ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ જાહેર | Lok Rakshak…

લોક રક્ષક દળ ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ જાહેર | Lok Rakshak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાણાકીય વર્ષ 2025માં વાહનોના વેચાણમાં પાંચ ટકાનો વધારો થશે | Vehicle sales to increase by 5% in fisc…

નાણાકીય વર્ષ 2025માં વાહનોના વેચાણમાં પાંચ ટકાનો વધારો થશે | Vehicle sales to increase by 5% in fisc…

1 year ago
દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

4 weeks ago
ટુકડા ધારામાંથી શહેરી વિસ્તારોને મુક્તિ, 10 ગુંઠાનો સમાન નિયમ, સરકાર લાવી વટહુકમ | Gujarat Frees Urb…

ટુકડા ધારામાંથી શહેરી વિસ્તારોને મુક્તિ, 10 ગુંઠાનો સમાન નિયમ, સરકાર લાવી વટહુકમ | Gujarat Frees Urb…

4 weeks ago
NMACCના ‘ઈન્ડિયા વીકેન્ડ’ માટે ટિકિટ બુકિંગ શરૂ: ન્યૂયોર્કમાં ફેશન, ફૂડ, મ્યુઝિક, થિયેટર અને ભારતીય …

NMACCના ‘ઈન્ડિયા વીકેન્ડ’ માટે ટિકિટ બુકિંગ શરૂ: ન્યૂયોર્કમાં ફેશન, ફૂડ, મ્યુઝિક, થિયેટર અને ભારતીય …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News