– સહેલગાહે લઈ જવાયેલા મતદારો સીધા મતદાન કરવા ડેરીએ પહોંચશે
– આણંદ, ખેડા જિલ્લાની 8 અને એક વ્યક્તિગત બેઠક પર 816 મતદારો : સવારે 9 થી 3 કલાક સુધી 9 મતદાન કેન્દ્રો ઉપર મતદાન યોજાશે
આણંદ : આણંદની અમૂલ ડેરીની આજે ૯ બેઠકોની ૯ મતદાર કેન્દ્રો ઉપર બુધવારે ડેપ્યુટી કલેક્ટરની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં ૨૪ ઉમેદવારોના ભાવિનો ૮૧૬ મતદારો ફેંસલો કરશે.
આણંદની અમૂલ ડેરીના નિયામક મંડળની ૧૨ બેઠક અને એક વ્યક્તિગત મળીને ૧૩ બેઠકોની ચૂંટણી યોજાવાની હતી. ત્યારે અગાઉ ઠાસરા, બાલાસિનોર, મહેમદાવાદ અને વિરપુર ભાજપે બિનહરીફ જીતી લીધી છે. ત્યારે હવે આણંદ અને ખેડા જિલ્લાની ૮ બેઠકો તેમજ એક વ્યક્તિગત મળીને કુલ ૯ બેઠકો ઉપર આવતી કાલે ચૂંટણી યોજાશે. અમૂલ ડેરીની અંદર તમામ ૯ બેઠકો માટે ૯ મતદાન કેન્દ્રો તૈયાર કરી દેવાયા છે. ત્યારે સવારે ૯થી બપોરે ૩ કલાક સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ જીત નિશ્ચિત કરવા વિવિધ પ્રલોભનો આપી સહેલગાહે લઈ જવાયેલા મતદારોને સીધા ચૂંટણી કેન્દ્ર પર લવાશે તેવું જાણવા મળ્યું છે.
આણંદના ડેપ્યુટી કલેક્ટર અને ચૂંટણી અધિકારી મયુર પટેલે જણાવ્યું હતું કે, દરેક બેઠક દીઠ મતદાન કેન્દ્ર બનાવાયા છે. તમામ ઉમેદવારને પોતાનું મતદાન કેન્દ્ર કઈ જગ્યાએ છે તે બાબતે સૂચનો અને માર્ગદર્શન પણ મતદાનના દિવસે આપવામાં આવશે. મતદારોને અનુકુળતા રહે તે માટે અમૂલ ડેરી વિવિધ સ્થળોએ દિશાસૂચક બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે.
મતદારો સવારે ૯થી બપોરે ૩ કલાક સુધી જ મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાન માટે અમૂલ ડેરી તરફથી આપવામાં આવેલા ફોટો ઓળખકાર્ડ ઉપરાંત આધારકાર્ડ, પાસપોર્ટ, પાનકાર્ડ સહિત પાંચ દસ્તાવેજ પણ માન્ય રાખવામાં આવશે.
કઈ બેઠક પર કેટલા મતદારો
આણંદ જિલ્લો
બેઠક |
ઉમેદવારો |
મતદારો |
આણંદ |
૬ |
૧૧૦ |
ખંભાત |
૨ |
૧૦૫ |
બોરસદ |
૨ |
૯૩ |
પેટલાદ |
૨ |
૮૯ |
ખેડા જિલ્લો
કઠલાલ |
૨ |
૧૦૪ |
કપડવંજ |
૩ |
૧૧૨ |
માતર |
૩ |
૯૦ |
નડિયાદ |
૨ |
૧૦૭ |
વ્યક્તિગત |
૨ |
૦૬ |
કુલ |
૨૪ |
૮૧૬ |