gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

’10 દિવસમાં નાગરિકતા સાબિત કરો નહીંતર…’, ભાજપ શાસિત રાજ્યનું નાગરિકોને અલ્ટીમેટમ | assam approves …

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in INDIA
0 0
0
’10 દિવસમાં નાગરિકતા સાબિત કરો નહીંતર…’, ભાજપ શાસિત રાજ્યનું નાગરિકોને અલ્ટીમેટમ | assam approves …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Assam Government: અસમની હેમંત બિસ્વા સરમા સરકારે શંકાસ્પદ વિદેશીઓને 10 દિવસમાં પોતાની નાગરિકતા સાબિત કરવાનો આદેશ આપ્યો છે. અસમ કેબિનેટે પ્રવાસી (અસમમાંથી હકાલપટ્ટી) અધિનિયમ, 1950 હેઠળ એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)ને મંજૂરી આપી છે, જે મુજબ જિલ્લા કમિશનરો 10 દિવસની નોટિસ આપશે. જો કોઈ વ્યક્તિ આ સમયમાં નાગરિકતા સાબિત ન કરી શકે, તો તેની હકાલપટ્ટી કરવાનો આદેશ આપવામાં આવશે.

મુખ્યમંત્રી સરમાએ જણાવ્યું કે, નવી SOP હેઠળ, જિલ્લા કમિશનરોને શંકાસ્પદ વિદેશીઓને 10 દિવસમાં પોતાની નાગરિકતા સાબિત કરવા માટે નોટિસ આપવાનો અધિકાર મળશે. જો તેઓ નિષ્ફળ જશે, તો જિલ્લા ઉપાયુક્ત હકાલપટ્ટીનો આદેશ જારી કરી શકશે. હવે આવા કેસ વિદેશી ટ્રિબ્યુનલને બદલે સીધા જિલ્લા ઉપાયુક્તો પાસે જશે.

વિધાનસભામાં મુખ્યમંત્રીએ કરી હતી જાહેરાત

આ વર્ષે જૂનમાં મુખ્યમંત્રી સરમાએ વિધાનસભામાં જાહેરાત કરી હતી કે અસમ સરકાર IEAA 1950 લાગુ કરશે. તેમણે સુપ્રીમ કોર્ટના ઓક્ટોબર 2024ના નિર્ણયનો હવાલો આપ્યો હતો, જે મુજબ 24 માર્ચ, 1971 પછી અસમમાં પ્રવેશ કરનારાઓને ‘ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ’ ગણવામાં આવશે.

વિદેશી ટ્રિબ્યુનલોની ભૂમિકા નિષ્પ્રભાવી બનશે

SOP લાગુ થવાથી વિદેશી ટ્રિબ્યુનલોની ભૂમિકા ઘટી જશે. મુખ્યમંત્રી સરમાએ જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિ વિદેશી હોવાનું જણાશે, તો ઉપાયુક્ત 10 દિવસમાં નાગરિકતા સાબિત કરવા નોટિસ આપશે. જો વ્યક્તિ નિષ્ફળ જશે, તો ઉપાયુક્ત તરત જ હકાલપટ્ટીનો આદેશ આપી તેને અટકાયત કેન્દ્રમાં મોકલશે, જ્યાંથી BSF તેને બાંગ્લાદેશ કે પાકિસ્તાન મોકલી દેશે.

નહેરુએ લાગુ કર્યો હતો IEAA 1950 એક્ટ

રાજ્ય સરકારે વિદેશી ટ્રિબ્યુનલોને બાજુ પર રાખીને ગૂંચવણભર્યા કેસો જ ટ્રિબ્યુનલમાં મોકલવાનો નિર્ણય કર્યો છે, જ્યાં જિલ્લા મેજિસ્ટ્રેટ નિર્ણય ન લઈ શકે. આ IEAA 1950 કાયદો જવાહરલાલ નહેરુ સરકારે પૂર્વ પાકિસ્તાનથી સ્થળાંતર રોકવા માટે બનાવ્યો હતો.

આ પણ વાંચો: નેપાળ હિંસાની અસર ભારતમાં દેખાઈ, કોંગ્રેસના કાર્યાલયમાં તોડફોડ, આગચંપી બાદ તણાવ

શા માટે આના પર રોક લગાવી દેવામાં આવી હતી?

આ અધિનિયમમાં કહેવામાં આવ્યું હતું કે જો કેન્દ્ર સરકારના મતે કોઈ વ્યક્તિનું (જે સામાન્ય રીતે ભારતના બહારના કોઈ સ્થળનો નિવાસી છે અને અધિનિયમ લાગુ થવા પહેલાં કે પછી અસમ આવ્યો છે) રાજ્યમાં રહેવું ભારતની સામાન્ય જનતા કે તેના કોઈ વર્ગ કે અસમમાં કોઈ અનુસૂચિત જનજાતિના હિતો માટે હાનિકારક છે, તો તે આવી વ્યક્તિને નિર્દિષ્ટ સમયમર્યાદાની અંદર અસમ કે ભારતમાંથી હકાલપટ્ટી કરવાનો નિર્દેશ આપી શકે છે. જોકે, 1 માર્ચ, 1950ના રોજ લાગુ થયાના એક મહિના પછી જ નહેરુએ અસમના તત્કાલીન સીએમ ગોપીનાથ બારદોલોઈને લિયાકત-નહેરુ સમજૂતીના આલોકમાં આના પર રોક લગાવવાના નિર્દેશ આપ્યા હતા. ત્યારથી આ એક્ટ ઉપયોગમાં નથી.

'10 દિવસમાં નાગરિકતા સાબિત કરો નહીંતર...', ભાજપ શાસિત રાજ્યનું નાગરિકોને અલ્ટીમેટમ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
લેહમાં બરફનાં તોફાનમાં ચોરવાડનો જવાન શહીદ | Chorwad soldier martyred in snowstorm in Leh

લેહમાં બરફનાં તોફાનમાં ચોરવાડનો જવાન શહીદ | Chorwad soldier martyred in snowstorm in Leh

નેપાળ હિંસાની અસર ભારતમાં દેખાઈ, કોંગ્રેસના કાર્યાલયમાં તોડફોડ, આગચંપી બાદ તણાવ | Impact of Nepal vi…

નેપાળ હિંસાની અસર ભારતમાં દેખાઈ, કોંગ્રેસના કાર્યાલયમાં તોડફોડ, આગચંપી બાદ તણાવ | Impact of Nepal vi...

‘અમેરિકન પ્રમુખ સાથે વાત કરવા ઉત્સુક…’ ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ અંગે PM મોદીનું રિએક્શન | ‘Eag…

'અમેરિકન પ્રમુખ સાથે વાત કરવા ઉત્સુક...' ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ અંગે PM મોદીનું રિએક્શન | 'Eag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુરના મેઘપર નજીક રાજ બિહારી હોટલમાંથી નશાકારક ચોકલેટનો જથ્થો ઝડપાયો | A quantity of intoxicating …

લાલપુરના મેઘપર નજીક રાજ બિહારી હોટલમાંથી નશાકારક ચોકલેટનો જથ્થો ઝડપાયો | A quantity of intoxicating …

2 weeks ago
બાયડ-અમદાવાદ રોડ પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત | deadly road accident on b…

બાયડ-અમદાવાદ રોડ પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત | deadly road accident on b…

10 months ago
જામનગર જિલ્લામાં યુવા અવસ્થામાં હાર્ટ એટેકના બનાવમાં થયો વધારો : વધુ એક યુવતીનું હૃદય થંભી ગયું | 24…

જામનગર જિલ્લામાં યુવા અવસ્થામાં હાર્ટ એટેકના બનાવમાં થયો વધારો : વધુ એક યુવતીનું હૃદય થંભી ગયું | 24…

6 months ago
ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp

ઇરાન યુદ્ધને પગલે ક્રૂડનાં ભાવ લાંબા સમય સુધી ઉંચા રહી શકે ઃ એડીબી | adb forecast on indian gdp

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News