Hospital wedding: આજકાલ સોશિયલ મીડિયા પર તમામ પ્રકારના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ક્યારે આવા વીડિયો મોડમસ્તીના હોય છે તો ક્યારેક હેરાન કરનારા હોય છે. પરંતુ તાજેતરમાં જ લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. ક્યારેક આવા વીડિયોમાં વરરાજા દુલ્હનને તેના ખોળામાં લેતા જોવા મળે છે, તો ક્યારેક સાળી સાથે મજાક કરતો જોવા મળી રહ્યા છે. પરંતુ હાલમાં એક વીડિયોમાં વર- કન્યાનો રસપ્રદ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોઈ લગ્નના સ્ટેજનો નહીં પરંતુ એક હોસ્પિટલનો છે.
આ પણ વાંચો: છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા: 10 નક્સલીઓના મોત, એક કરોડનો ઈનામી મનોજ પણ ઠાર
વરરાજાને થયું ફેક્ચર તો કન્યા પહોંચી ગઈ હોસ્પિટલ
લગ્નના મોટાભાગના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોય છે, પરંતુ હાલમાં જે વીડિયો ચર્ચામાં છે, તે ખૂબ જ અલગ છે. સામાન્ય રીતે લગ્નમાં કોઈ વિઘ્ન આવે તો પરિવારવાળા લગ્નને થોડા સમય માટે ટાળે છે. પરંતુ આ લગ્નમાં એવું ન થયું. આ વરરાજાને પગમાં ફેક્ચર થયું હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેનો પગ ભાગેલો હતો, પરંતુ તેમ છતાં પણ લગ્નની સંપૂર્ણ વિધિ પૂરી કરવામાં આવી. જોકે, આ વીડિયો ક્યારનો છે અને ક્યાનો છે તે અંગે હાલમાં કોઈ જાણકારી મળી નથી. પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ભારત અને મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો ગાઢ બનશેઃ PM મોદી
હોસ્પિટલના બેડ પર બેઠા હતા વરરાજા
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, વરરાજા હોસ્પિટલના બેડ પર બેઠેલો જોવા મળી રહ્યો છે. પગમાં ફેક્ચર થવાના કારણે તે ચાલી શકવામાં સક્ષમ નથી. તેમ છતાં તેમણે લગ્નનો પોશાક પહેર્યો છે અને વરરાજ તરીકે તૈયાર થયેલા જોવા મળી રહ્યા છે. તેમની પાસે દુલ્હન પણ જોવા મળી રહી છે. રુમમાં જ મંડપ બાંધવામાં આવ્યો છે અને પરિવારની હાજરીમાં લગ્નની દરેક વિધિઓ પૂરી કરવામાં આવી છે અને કન્યાએ અહીં હોસ્પિટલમાં જ સાત ફેરા લીધા હતા.