– દિલ્હી પોલીસનું પાંચ રાજ્યોમાં થ્રિલર વેબસીરિઝ સ્ટાઈલથી ઓપરેશન
– પાકિસ્તાનમાંથી આતંકી હુમલાનું કાવતરું ઘડાતું હતું : ખિલાફત ઝોન જાહેર કરવા જમીન ખરીદવાનું આયોજન ચાલતું હતું
નવી દિલ્હી : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આતંકવાદીઓને ઝડપી લેવા માટે દિલ્હી સહિત પાંચ રાજ્યોમાં કાર્યવાહી કરી હતી. દિલ્હી, મુંબઈ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને તેલંગણામાંથી પોલીસે કુલ ૧૧ની અટકાયત બાદ પૂછપરછ કરી હતી. એમાંથી પાંચની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. તે સિવાયના તમામ શંકાસ્પદોની સઘન પૂછપરછ થઈ રહી છે.