Vadodara : વડોદરામાં માંજલપુરની કલ્યાણબાગ સોસાયટીમાં રહેતા સંજય કુમાર રામચંદ્ર મિસ્ત્રી વાંદરા રોડ પર આવેલી એમ્સ ઓક્સિજન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ડાયરેક્ટર છે. તેમજ એમટેક વાલ સીસ્ટમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં પણ ડાયરેક્ટર છે. આટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, એમ.ટેક વાલ સિસ્ટમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક અનિશભાઈ પટેલે તારીખ 1/11/2017 માં ડિરેક્ટર આઇડેન્ટીફીકેશન નંબરના આધારે દીપક વિનુભાઈ પરમાર (રહે.વિરામ ફ્લેટ વડસર બ્રિજ પાસે માંજલપુર)ની નિમણૂક કરી હતી અને કંપનીની તમામ સત્તાઓ તેમજ કંપનીનું એકાઉન્ટને લગતી કામગીરી તેમને સોંપી હતી. મેં 20021 થી જુન 2025 સુધીમાં કંપનીના ICICI અટલાદરા બ્રાન્ચવાળા એકાઉન્ટમાંથી તેમને પોતાના પર્સનલ એકાઉન્ટમાં 1.52 કરોડ ટ્રાન્સફર કર્યા હતા તેમજ કંપનીના નામ પર બજાજ ફાઇનાન્સ લિમિટેડ માંથી 15.50 લાખની લોન લીધી હતી. આ ઉપરાંત માઇન્ડ મેસ્ટ્રો પ્રાઇવેટ કંપનીમાં આઈ.ડી.એફ.સી બેંકમાંથી ટુકડે ટુકડે કરીને 13.20 લાખ ટ્રાન્સફર કરી અંગત ઉપયોગમાં લઈ લીધા હતા. એચડીએફસી બેન્કના ક્રેડિટ કાર્ડમાંથી 3.07 તેમજ એમ્સ ઓક્સિજન કંપનીના ICIC બેન્કના ક્રેડિટ કાર્ડમાંથી 10.39 લાખ અને HDFC બેન્કના ક્રેડિટ કાર્ડમાંથી 6.03 લાખ તેમજ એચડીએફસી બેન્કના બીજા ક્રેડિટ કાર્ડમાંથી 8.06 લાખ મળી કુલ 2.09 કરોડ ત્રણે કંપનીના ક્રેડિટ કાર્ડ તથા કંપનીના એકાઉન્ટમાંથી પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા.