![]()
વડોદરા,માંજલપુરની દર્શનમ હાઇટ્સ નામની સાઇટ પર કોન્ટ્રાક્ટરે સલામતીના સાધનો કારીગરોને નહીં આપતા કારીગર પહેલા માળેથી નીચે પટકાયો હતો. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
જે.પી. રોડ સંતોષ નગરમાં રહેતા શ્રમજીવી ઇમરાન ઇમામમીંયા શેખે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું દુર્ગેશ તિવારીના કોન્ટ્રાકર નીચે છેલ્લા છ મહિની કલર કામ કરૃં છું. છેલ્લા બે મહિનાથી માંજલપુર દર્શનમ હાઇટ્સ ખાતે કલર કામ કરતો હતો. દુર્ગેશ તિવારીએ આજદિન સુધી કોઇપણ પ્રકારના સલામતીના સાધનો જેવાકે, હેલમેટ, શૂઝ, સેફ્ટી બેલ્ટ આપ્યા નથી. તેઓ દશ દિવસનો પગાર ચૂકવતા હતા.ગત ૧૯ મી ઓગસ્ટે સવારે ૭ વાગ્યે હું દર્શનમ હાઇટ્સ સાઇટ પર કામ કરવા માટે ગયો હતો.દુર્ગેશ તિવારીએ સલામતીના કોઇ સાધનો આપ્યા નહી ંહોવાથી હું કલર કામ કરતા પહેલા માળેથી બેઝમેન્ટમાં પડયો હતો. મને કમર, જમણા હાથ અને પગ પર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દુર્ગેશ તિવારીએ સેફ્ટીના કોઇ સાધનો નહીં આપી બેદરકારી રાખી હતી.










