gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બહિષ્કાર, જનાક્રોશ વચ્ચે આજે ભારત-પાકિસ્તાન મેચ…ખેલ ખેલૈયાઓનો! | Today’s India Pakistan match amid…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in INDIA
0 0
0
બહિષ્કાર, જનાક્રોશ વચ્ચે આજે ભારત-પાકિસ્તાન મેચ…ખેલ ખેલૈયાઓનો! | Today’s India Pakistan match amid…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પહલગામનો હુમલો યાદ કરો : શુભમના પત્નીની સરકાર, બીસીસીઆઈને અપીલ

– મહામુકાબલો નિષ્ફળ, દુબઈ સ્ટેડિયમમાં અડધી ટિકિટો પણ વેચાઈ નથી : બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લેવો ભારત માટે મજબૂરી : કેન્દ્રનો લૂલો બચાવ

નવી દિલ્હી : ક્રિકેટ વિશ્વમાં કટ્ટર પ્રતિસ્પર્ધી ભારત અને પાકિસ્તાનની મેચની હંમેશા માત્ર બંને દેશ જ નહીં આખી દુનિયાના ક્રિકેટ ચાહકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ જ કારણથી બંને દેશ વચ્ચે મેચની જાહેરાત સાથે જ સ્ટેડિયમની ટિકિટો ખૂબ જ ઊંચા ભાવે વેચાઈ જાય છે. મેચના પ્રસારણ વખતે જાહેરાતોના ભાવ પણ ખૂબ જ ઊંચા હોય છે. પરંતુ આ વખતે પરિસ્થિતિ એકદમ વિપરિત છે. પહલગામમાં આતંકી હુમલાના કારણે સમગ્ર ભારતમાં લોકો પાકિસ્તાન સામે ક્રિકેટ મેચનો તિવ્ર વિરોધ કરી રહ્યા છે. કરોડો ક્રિકેટ ચાહકોએ સ્ટેડિયમ જ નહીં ટેલિવિઝન પર પણ ભારત-પાકિસ્તાન મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. જનતાના આ બહિષ્કાર અને આક્રોશ વચ્ચે રવિવારે દુબઈમાં એશિયા કપ હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ હંમેશા મહામુકાબલો મનાતો હોય છે. પરંતુ એશિયા કપમાં રવિવારે યોજાનારી ભારત અને પાકિસ્તાનની મેચ માટે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમની અડધી ટિકિટો પણ વેચાઈ નથી તેમ વિવિધ મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. ઊંચા ભાવે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટોનું વેચાણ થતું નહીં હોવાથી એશિયન ક્રિકેટ પરિષદે ઈમર્જન્સી પગલું ઉઠાવતા ટિકિટોના ભાવ રૂ. ૧૧,૪૦૦થી ઘટાડીને રૂ. ૮,૪૦૦ કરી દીધા હતા. એટલે કે ટિકિટોના ભાવમાં ૨૭ ટકા જેવો ધરખમ ઘટાડો કરવા છતાં પણ દુબઈમાં સ્ટેડિયમની ટિકિટો વેચાઈ નહીં હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. નોંધનીય છે કે પહલગામ આતંકી હુમલાના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તતી રાજકીય તંગદીલીના કારણે એશિયા કપની મેચો યુએઈમાં શિફ્ટ કરાઈ છે.

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાના પગલે ભારતમાં ભારત-પાકિસ્તાનની મેચનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, જેની ટિકિટોના વેચાણ પર ગંભીર અસર પડી છે. અનેક પૂર્વ ભારતીય ક્રિકેટર અને કમેન્ટેટર જ નહીં બીસીસીઆઈના અધિકારીઓ પણ આ મેચના બહિષ્કારમાં જોડાયા છે. સોશિયલ મીડિયા પર લાખો લોકોએ એશિયા કપનો બહિષ્કાર કર્યો હોવાની જાહેરાત કરી છે. લોકોએ ત્યાં સુધી કહી રહ્યા છે કે તેઓ ટેલિવિઝન પર પણ ક્રિકેટ મેચ જોશે નહીં. એશિયા કપની જાહેરાત સમયે પણ જનતાએ કેન્દ્ર સરકાર, બીસીસીઆઈ અને ખેલાડીઓને પાકિસ્તાન સામે મેચ નહીં રમવા હાકલ કરી હતી. પરંતુ બધા ના વિરોધ વચ્ચે રવિવારે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ રમાવાની છે.

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ અંગે લૂલો બચાવ કરતા ભાજપ સાંસદ અને ભૂતપૂર્વ સ્પોર્ટ્સ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, ભારતે પાકિસ્તાન સામે દ્વિ-પક્ષીય ટુર્નામેન્ટનો બહિષ્કાર કર્યો છે અને તે ચાલુ જ રહેશે. પરંતુ ભારત બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટનો વિરોધ કરી શકે તેમ નથી. આ પ્રકારની મેચોમાં ભારતની ભાગીદારી તેની કુટનીતિક અને રાષ્ટ્રીય નીતિઓના બદલે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના નિયમો મુજબ છે. એસીસી અથવા આઈસીસી બહુરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે તો સભ્ય દેશો માટે તેમાં ભાગ લેવો ફરજિયાત બની જાય છે. ભારત આ પાકિસ્તાન સામેની મેચમાં ભાગ ના લે તો તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જઈ શકે છે અને તેનો લાભ પાકિસ્તાનને મળશે. એક અહેવાલ મુજબ પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ માટે તૈયાર થઈ જનાર બીસીસીઆઈના અધિકારીઓ આ મેચનો ‘બહિષ્કાર’ કરવાના છે. તેઓ ભારત-પાકિસ્તાનની મેચ સમયે દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં હાજર નહીં રહે.

દરમિયાન પહલગામમાં આતંકી હુમલાનો ભોગ બનનાર શુભમ દ્વિવેદીની પત્ની એશાન્યા દ્વિવેદીએ ભારત-પાકિસ્તાન મેચ અંગે સવાલ ઉઠાવ્યો છે. એશાન્યાએ કહ્યું કે, પાકિસ્તાન આ મેચથી થનારી કમાણીનો ઉપયોગ આતંકીઓ પર કરશે અને આ આતંકીઓ ફરી ભારત પર હુમલો કરશે. બીસીસીઆઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ સ્વીકાર કરવાની જરૂર નહોતી. મને લાગે છે કે બીસીસીઆઈ પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા ૨૬ હિન્દુઓ અને તેમના પરિવારો પ્રત્યે ભાવુક નથી, કારણ કે આ ૨૬ પરિવારોમાં બીસીસીઆઈના પરિવારોમાંથી કોઈ નહોતું. બીસીસીઆઈએ પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચ માટે પહલગામમાં આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂરમાં થયેલા નુકસાનને ભૂલાવી દીધા છે. તેમણે આ મેચનો વિરોધ નહીં કરનારા ક્રિકેટરોની પણ ટીકા કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…
INDIA

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…

May 14, 2026
દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…
INDIA

દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…

May 14, 2026
દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…
INDIA

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…

May 14, 2026
Next Post
બોટાદ શહેરની ટ્રાફીક સમસ્યાને લઈ રૂટ ડાયવર્ઝન સહિતના પ્રતિબંધો અમલી | Restrictions including route d…

બોટાદ શહેરની ટ્રાફીક સમસ્યાને લઈ રૂટ ડાયવર્ઝન સહિતના પ્રતિબંધો અમલી | Restrictions including route d...

બોરસદમાં જન્મ દિવસે મિત્રોએ જાહેરમાં તલવારથી કેક કાપીને ઉજવણી કરતા ફરિયાદ | Friends in Borsad celebr…

બોરસદમાં જન્મ દિવસે મિત્રોએ જાહેરમાં તલવારથી કેક કાપીને ઉજવણી કરતા ફરિયાદ | Friends in Borsad celebr...

નગરામા ગામ પાસે કંપનીનો વેસ્ટ દૂર નહીં કરાતા લોકોનો હોબાળો | People protest as company waste is not …

નગરામા ગામ પાસે કંપનીનો વેસ્ટ દૂર નહીં કરાતા લોકોનો હોબાળો | People protest as company waste is not ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉપલેટા તાલુકા પંચાયતમાં ‘આપ’ના એકમાત્ર ઉમેદવાર ભાજપમાં જોડાયા, કોંગ્રેસની હાર | Upleta Twist: AAP’s …

ઉપલેટા તાલુકા પંચાયતમાં ‘આપ’ના એકમાત્ર ઉમેદવાર ભાજપમાં જોડાયા, કોંગ્રેસની હાર | Upleta Twist: AAP’s …

2 weeks ago
સોમનાથમાં ગુંજી ઉઠયો શિવભક્તિનો નાદ દેવાધિદેવના ત્રણ લાખ ભાવિકોએ દર્શન કર્યા | The sound of Shiva de…

સોમનાથમાં ગુંજી ઉઠયો શિવભક્તિનો નાદ દેવાધિદેવના ત્રણ લાખ ભાવિકોએ દર્શન કર્યા | The sound of Shiva de…

3 months ago
26 નવેમ્બરને બંધારણ દિવસ કેમ કહેવાય છે? જાણો કેટલા દિવસમાં તૈયાર થયું હતું ભારતનું બંધારણ | november…

26 નવેમ્બરને બંધારણ દિવસ કેમ કહેવાય છે? જાણો કેટલા દિવસમાં તૈયાર થયું હતું ભારતનું બંધારણ | november…

6 months ago
મહીસાગરના બાલાસિનોર નજીક એરંડાની આડમાં ગાંજાની ખેતી, 2 કરોડથી વધુનો જથ્થો થપ્ત | MahiSagar: ₹2 Crore…

મહીસાગરના બાલાસિનોર નજીક એરંડાની આડમાં ગાંજાની ખેતી, 2 કરોડથી વધુનો જથ્થો થપ્ત | MahiSagar: ₹2 Crore…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News