પાદરા તાલુકાના ડબકા ગામે ટેકરાવાળા ફળિયામાં રહેતો સુમિત કાંતિલાલ પરમાર ઉંમર વર્ષ 32 તારીખ 7 ના રોજ સાંજે તેની પત્ની ભાવના ઉર્ફે રેખાને તેડવા માટે અંપાડ ગામે ગોપી ફાર્મ ખાતે ગયો હતો પરંતુ તેની પત્ની ફાર્મ ઉપર નહીં મળતા આવેશમાં આવીને મોપેડ ઉપર ત્યાંથી નીકળી જઈ ભાયલી ગામની સીમમાં અંપાડથી સમિયાલા વેસ્ટન બાઇપાસ રોડ ઉપર ફુલદ્વાર ફાર્મની સામે ઝેરી દવા પી લીધી હતી. તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.