
આસામમાં મોદીએ રૂ.18500 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું
કોંગ્રેસે આસામને હિંસા-વિવાદ આપ્યા જ્યારે ભાજપની ડબલ એન્જિન સરકારે રાજ્યને સમૃદ્ધ બનાવ્યું : વડાપ્રધાન
ગુવાહાટી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આસામના દરાંગ અને ગોલાઘાટ જિલ્લામાં ૧૮૫૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું. મોદીએ એક મેડિકલ કોલેજ, એક નર્સિંગ કોલેજ અને જીએનએમ સ્કૂલનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન આસામની અગાઉની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.










