– રૂ. 5,600 કરોડની છેતરપિંડીનો કેસ
– મોહન ઈન્ડિયા ગુ્રપ, વિમલાદેવી એગ્રોટેક લિ, યથુરી એસો અને લોટસ રિફાઈનરીઝ સામે કાર્યવાહી
નવી દિલ્હી: નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ સાથે સંકળાયેલા કથિત ડિફોલ્ટર્સની રૂ. 116 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ માહિતી કેન્દ્રીય એજન્સી ઈડીએ બુધવારે આપી હતી.
ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ૩૧ માર્ચે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ મુંબઈ, દિલ્હી અને રાજસ્થાનના કેટલાક શહેરોમાં સ્થિત ૧૫ સ્થાવર મિલકતો જપ્ત કરવા માટે એક કામચલાઉ આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ સંપત્તિઓ મોહન ઈન્ડિયા ગુ્રપ, વિમલાદેવી એગ્રોટેક લિ, યથુરી એસોસિએટ્સ અને લોટસ રિફાઈનરીઝની છે.
આ મિલકતો રૂ. ૧૧૫.૮૬ કરોડની છે. આરોપીઓએ રોકાણકારો સાથે છેતરપિંડી કરવા માટે ગુનાહિત કાવતરું ઘડયું હતું અને તેમને એનએસઈએલના પ્લેટફોર્મ પર વેપાર કરવા પ્રેરિત કર્યા હતા. તેમણે બોગસ વેરહાઉસ રસીદો જેવા બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા અને રોકાણકારો સાથે રૂ. ૫,૬૦૦ કરોડની છેતરપિંડી હતી.
ઈડીએ અત્યાર સુધી તપાસના ભાગ રૂપે રૂ. ૩,૪૩૩ કરોડની કુલ સંપત્તિ જપ્ત કરી છે. વિવિધ ડિફોલ્ટર્સ અને બ્રોકિંગ એન્ટિટીઝ સાંમે સાત ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. આરોપીઓએ બોગસ વેરહાઉસ રસીદો, ખોટા ખાતા બનાવીને લગભગ ૧૩,૦૦૦ રોકાણકારો સાથે રૂ. ૫,૬૦૦ કરોડની છેતરપિંડી કરી હતી.