gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરા શહેરમાં 13 કલાકના વીજકાપથી ગ્રાહકોમાં રોષ, MGVCL કચેરીએ મચાવ્યો હોબાળો | Gondhra Power Outage:…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
ગોધરા શહેરમાં 13 કલાકના વીજકાપથી ગ્રાહકોમાં રોષ, MGVCL કચેરીએ મચાવ્યો હોબાળો | Gondhra Power Outage:…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Godhra MGVCL News: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા મેન્ટેનન્સના નામે લાદવામાં આવેલા 13 કલાકના લાંબા વીજકાપને કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વીજ પુરવઠો ઠપ્પ થતાં રોષે ભરાયેલા વીજ ગ્રાહકોના ટોળાએ પાવર હાઉસ ખાતે આવેલી MGVCLની મુખ્ય કચેરીએ પહોંચી ઉગ્ર હોબાળો મચાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, ગોધરા શહેરના સિવિલ લાઈન્સ, ભૂરાવાવ, સ્ટેશન રોડ સહિતના અનેક વિસ્તારોમાં મંગળવારની રાતથી વીજ પુરવઠો ખોરવાયો હતો. જે બુધવારે બપોર સુધી પુનઃસ્થાપિત ન થતા સ્થાનિક રહીશોની ધીરજ ખૂટી હતી. સતત 13 કલાકથી વીજળી ગુલ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગરમીથી અકળાયેલા લોકો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની હતી. પાણીની મોટરો બંધ રહેતા ઘરોમાં પાણીનો કકળાટ પણ શરૂ થયો હતો.

વીજ પુરવઠો ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સંતોષકારક જવાબ ન મળતા અને અધિકારીઓની બેદરકારીથી અકળાયેલા સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈને એમજીવીસીએલની કચેરીએ ધસી ગયા હતા. જ્યાં તેમણે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરિસ્થિતિ વણસતી જોઈને અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી, જોકે લોકોનો રોષ શાંત પડ્યો ન હતો.

તંત્રના ધાંધિયાથી લોકોમાં આક્રોશ

એક સ્થાનિક મહિલાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ‘આ કોઈ આજની સમસ્યા નથી. સામાન્ય વરસાદના છાંટા પડતા જ અમારા વિસ્તારમાં લાઈટ જતી રહે છે. ડીમ લાઈટની સમસ્યા તો કાયમી છે.

રહીશોના જણાવ્યા અનુસાર, જ્યારે તેમણે મંગળવારે વીજ કચેરીએ ફોન કર્યો ત્યારે તેમને પહેલા બપોરે 2 વાગ્યે અને ત્યારબાદ 4 વાગ્યે લાઈટ આવી જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જોકે, સાંજે 7 વાગ્યા સુધી પણ વીજ પુરવઠો શરૂ ન થતાં લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.

વીજ કચેરીના અધિકારીઓ દ્વારા સબ-સ્ટેશનમાં કામગીરી ચાલતી હોવાનું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે. પરંતુ રહીશોનો આક્ષેપ છે કે સબ-સ્ટેશન પર કોઈ ફોન ઉપાડતું નથી કે કોઈ સ્પષ્ટ જવાબ આપતું નથી. બસ, લાઈટ આવી જશે, આવી જશે કહીને અમને ગોળ ગોળ ફેરવવામાં આવે છે.

ગ્રાહકોના ઉગ્ર રોષ અને હોબાળા બાદ એમજીવીસીએલના અધિકારીઓએ તાત્કાલિક સમારકામની કામગીરી પૂર્ણ કરાવી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી. જોકે, આ ઘટનાએ વીજ કંપનીના પ્રી-મોન્સુન મેન્ટેનન્સની કામગીરી અને ગ્રાહક સેવા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
GUJARAT

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…

May 11, 2026
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
Next Post
યુપી-બિહારથી લઈને તમિલનાડુ સુધી… ભાજપ પર કેમ દબાણ વધારી રહ્યા છે NDA સહયોગી? | From UP Bihar to Ta…

યુપી-બિહારથી લઈને તમિલનાડુ સુધી... ભાજપ પર કેમ દબાણ વધારી રહ્યા છે NDA સહયોગી? | From UP Bihar to Ta...

વડોદરામાં યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી આતંક મચાવનાર ચાર માથાભારે શખ્સો ઝડપાયા | Four men arrest…

વડોદરામાં યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી આતંક મચાવનાર ચાર માથાભારે શખ્સો ઝડપાયા | Four men arrest...

‘કોંગ્રેસના મુખ્યમંત્રીએ જ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરાવ્યું’, દિગ્ગજ નેતાના આરોપથી દક્ષિ…

'કોંગ્રેસના મુખ્યમંત્રીએ જ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરાવ્યું', દિગ્ગજ નેતાના આરોપથી દક્ષિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જે.સી.બી.પર શ્રમજીવીઓને બેસાડીને જતો ડ્રાઇવર ઝડપાયો | Driver caught carrying workers on JCB

જે.સી.બી.પર શ્રમજીવીઓને બેસાડીને જતો ડ્રાઇવર ઝડપાયો | Driver caught carrying workers on JCB

3 months ago
પેટલી પ્રા. શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચેના વિવાદમાં ઉચ્ચસ્તરીય તપાસ શરૂ | High level investigati…

પેટલી પ્રા. શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચેના વિવાદમાં ઉચ્ચસ્તરીય તપાસ શરૂ | High level investigati…

2 months ago
ભાવનગરમાં ભાડુઆતના મામલે મનપાએ 15 આવાસને સીલ માર્યા | Municipal Corporation seals 15 residences in B…

ભાવનગરમાં ભાડુઆતના મામલે મનપાએ 15 આવાસને સીલ માર્યા | Municipal Corporation seals 15 residences in B…

2 months ago
યુવકે ધમકી આપી સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી | Young man threatened and raped a minor and m…

યુવકે ધમકી આપી સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી | Young man threatened and raped a minor and m…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News