gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાણીનો મુદ્દો ઊઠાવનારા ઈન્ફ્લુએન્સરની ભાજપ ધારાસભ્યના ઈશારે 6-7 ગુંડાઓએ કરી મારપીટ | Chittorgarh: Go…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in INDIA
0 0
0
પાણીનો મુદ્દો ઊઠાવનારા ઈન્ફ્લુએન્સરની ભાજપ ધારાસભ્યના ઈશારે 6-7 ગુંડાઓએ કરી મારપીટ | Chittorgarh: Go…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

Rajasthan: રાજસ્થાનમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. રાજસ્થાનના ચિત્તોડગઢમાં એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે આરોપ લગાવ્યો છે કે, ‘મેં ઈન્સ્ટાગ્રામ પર મારા વિસ્તારમાં પાણીની અછતનો મુદ્દો ઉઠાવ્યા બાદ ગુંડાઓ દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો હતો અને મારા પગ તોડી નાખવામાં આવ્યા.’ ઈન્ફ્લુએન્સરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સૂરજ માલીએ સ્થાનિક ભાજપ ધારાસભ્ય અર્જુન લાલ જિંગરનું પણ નામ લીધું છે અને આરોપ લગાવ્યો કે તેના ઈશારે જ ગુંડાઓએ મારી પર હુમલો કર્યો હતો. 

હુમલા પાછળ ધારાસભ્યનો હાથ 

એક અહેવાલ પ્રમાણે જિંગરે આરોપોનો સીધો જવાબ નથી આપ્યો. જોકે, તેણે કહ્યું કે માલી પર થયેલો હુમલો ખૂબ જ નિંદનીય છે અને તેને કોઈપણ રીતે સહન કરવામાં આવશે નહીં. ચિત્તોડગઢના કાપાસનના રહેવાસી માલીએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘હું સોમવારે સાંજે લગભગ 5:15 વાગ્યે  પોતાની શિફ્ટ પૂર્ણ કરીને  ફેક્ટરીથી ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં હાઈવે પર મારી બાઈકની સામે એક વ્હાઈટ સ્કોર્પિયો કાર આવીને ઉભી રહી અને તેમાંથી 6-7 લોકો બહાર નીકળ્યા અને લોખંડના સળિયા અને પાઈપથી મારા પર હુમલો કર્યો. તેઓએ મને ધમકાવીને કહ્યું કે, તું રોજ પાણીની વાત કરે છે, આજે અમે તને મારીને પાણીમાં ફેંકી દઈશું.’ પોતાની ફરિયાદમાં સ્થાનિક ભાજપ ધારાસભ્ય અર્જુન લાલ જિંગરનું નામ લેતા માલીએ જણાવ્યું કે, હુમલા પાછળ ધારાસભ્યનો હાથ છે. 

માલીએ દાવો કર્યો હતો કે, ‘વીડિયો અપલોડ કરવા માટે મને અગાઉ પણ ધારાસભ્યના ઈશારે ધમકી આપવામાં આવી હતી કે, જો તેં આ વીડિયો બનાવ્યો અને અપલોડ કર્યો, તો તારી સારવાર થઈ જશે.’

પાણીનો મુદ્દો ઉઠાવશે તેને પાઠ ભણાવવામાં આવશે

તેણે કહ્યું કે હુમલાખોરોએ મારી સાથે જે મિત્ર હતો ઉદય લાલ ભીલ તેને પણ ધમકી આપી અને કહ્યું કે, ભાગી જા નહીંતર માર્યો જઈશ. આ ગુંડાઓએ કહ્યું કે, જે પણ પાણીનો મુદ્દો ઉઠાવવાની હિંમત કરશે તેને પાઠ ભણાવવામાં આવશે. 

આ ગુંડાઓ કિડનેપ કરવા માગતા હતા

માલીના મિત્ર ઓમ પ્રકાશે જણાવ્યું કે, માલીએ મને જણાવ્યું કે, તેઓ તેને કિડનેપ કરવા માગતા હતા અને તેને કારમાં નાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેણે પોતાના મિત્ર ઉદય લાલને પકડી રાખ્યો હતો અને તેને જવા નહોતો દીધો. તેથી તેણે લોખંડના સળિયા અને પાઈપથી મારવાનું શરૂ કરી દીધું. જેવી ગાડી રોકાઈ અને આજુબાજુ લોકો એકઠા થઈ જતા, તેઓ ત્યાંથી ભાગી ગયા. 

અજાણ્યા વ્યક્તિઓ સામે FIR દાખલ કરાઈ

તેની ફરિયાદ બાદ સ્થાનિક પોલીસે હત્યાનો પ્રયાસ અને રમખાણો સહિત અનેક કલમો હેઠળ FIR નોંધી છે. કાપાસન પોલીસ સ્ટેશનના એસએચઓ રતન સિંહે જણાવ્યું કે, ‘અજાણ્યા વ્યક્તિઓ સામે FIR દાખલ કરી લેવામાં આવી છે અને પોલીસે કેટલાક સાક્ષીઓના નિવેદનો પણ નોંધ્યા છે. સૂરજ પાછળ બેઠો હતો અને તેનો મિત્ર (ઉદય લાલ) ગાડી ચલાવી રહ્યો હતો. હજુ સુધી કોઈની અટકાયત કરવામાં આવી નથી.’

આ પણ વાંચો: નવરાત્રિ પહેલાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વરસ્યા, વલસાડમાં અઢી ઇંચ, ખેલૈયા અને આયોજકોની હાર્ટ બિટ વધી

પ્રકાશે જણાવ્યું કે, ‘માલી થોડા મહિનાઓથી વીડિયો બનાવી રહ્યો હતો. થોડા દિવસ પહેલા તે જે કંપનીમાં કામ કરે છે તેણે તેને કહ્યું કે તારા પર દબાણ છે અને તારે વીડિયો બનાવવાનું અને પોસ્ટ કરવાનું બંધ કરી દેવું જોઈએ. તે સંમત થયો અને કહ્યું કે, હું હવે વીડિયો પોસ્ટ નહીં કરીશ. જોકે, તેણે તાજેતરમાં ફરીથી કેટલાક વીડિયો પોસ્ટ કર્યા. કંપનીએ તેને પાછો બોલાવ્યો અને તેના પિતા સાથે પણ વાત કરી. પિતાએ તેમને ખાતરી આપી કે, હવે તે વીડિયો નહીં બનાવશે, અને તે તેના પર સંમત પણ થઈ ગયો.’

માલીની સરવારમાં મદદ કરી રહેલા એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે, ‘તેના વીડિયોમાં કોઈ રાજકીય કાવતરું નહોતું. તે એક ગરીબ પરિવારમાંથી આવે છે અને કોઈ પણ પક્ષ સાથે જોડાયેલો નથી. તે માત્ર પોતાના સ્થાનિક ધારાસભ્યને ચૂંટણી વચનોની યાદ અપાવી રહ્યો હતો.’

કોંગ્રેસના ભાજપ પર પ્રહાર

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરાએ કહ્યું કે, ‘સૂરજ માલીના પગ એટલા માટે તોડી નાખવામાં આવ્યા, કારણ કે તેણે સ્થાનિક ભાજપ ધારાસભ્ય અર્જુન લાલને સોશિયલ મીડિયા પર તેમના ચૂંટણી વચનની યાદ અપાવી હતી અને વિસ્તાર માટે પાણીની માગણી કરી હતી. ભાજપ ધારાસભ્ય દ્વારા ધમકીઓ અને ત્યારબાદ ખૂની હુમલાની આ ઘટના ભાજપ સરકારના જંગલ રાજ અને સરમુખત્યારશાહી વલણનું જીવંત ઉદાહરણ છે. રિપોર્ટમાં ભાજપના ધારાસભ્યનું નામ આરોપી તરીકે છે, પરંતુ પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વાપીમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ | vapi court subtense 20 years prison to a…

વાપીમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ | vapi court subtense 20 years prison to a...

‘અમુકને જેલમાં નાંખો તો બધા સીધા થઈ જશે’, પરાળી સળગાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી | send a few behin…

'અમુકને જેલમાં નાંખો તો બધા સીધા થઈ જશે', પરાળી સળગાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી | send a few behin...

ભરૂચ પોલીસે પીછો કરતા બિયરનો જથ્થો ભરેલી કાર છોડી ચાલક ફરાર | Driver flees after abandoning car load…

ભરૂચ પોલીસે પીછો કરતા બિયરનો જથ્થો ભરેલી કાર છોડી ચાલક ફરાર | Driver flees after abandoning car load...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AI શેરો પાછળ દ. કોરિયાના શેરોમાં કડાકો : કોસ્પી 10 ટકા તૂટયો : ટ્રેડિંગ થંભી ગયું | Behind AI stocks…

AI શેરો પાછળ દ. કોરિયાના શેરોમાં કડાકો : કોસ્પી 10 ટકા તૂટયો : ટ્રેડિંગ થંભી ગયું | Behind AI stocks…

2 months ago
સત્ય ગમે તે જેટલું છુપાવો સત્ય હંમેશા એક દિવસ બહાર આવે છે

સત્ય ગમે તે જેટલું છુપાવો સત્ય હંમેશા એક દિવસ બહાર આવે છે

3 months ago
કુંભારવાડાના યુવક પર છરી વડે હુમલો | Youth from Kumbharwada attacked with knife

કુંભારવાડાના યુવક પર છરી વડે હુમલો | Youth from Kumbharwada attacked with knife

2 months ago
વિરમગામ પાલિકાના 31 કર્મીઓએ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો | 31 employees of Viramgam Municipality p…

વિરમગામ પાલિકાના 31 કર્મીઓએ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો | 31 employees of Viramgam Municipality p…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News