રાજસ્થાનના પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં અવારનવાર સેલ્ફીના ચક્કરમાં યુવક-યુવતીઓના ખીણમાં ખાબકવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હવે વધુ એક પ્રવાસીઓને સાવધાન કરનારી ઘટના બની છે. મહેસાણાનો યુવક વિષ્ણુ ઠાકોર ફરવા માટે માઉન્ટ આબુ ગયો હતો. આ દરમિયાન સેલ્ફી લેવા જતાં તે અચાનક 100 થી 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો. આ બનાવને લઈને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ઘટના બનતા જ તાત્કાલિક સ્થાનિક બચાવ ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ તમામે યુવકને ખીણમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. મહા મહેનતે વિષ્ણુ ઠાકોરને બહાર કઢાયો હતો અને તેને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટના પ્રવાસીઓને ચેતવે પણ છે અને પ્રવાસીઓની સલામતી અંગે સવાલો ઊભા કરે છે. પ્રવાસી સ્થળોએ આવા જોખમી સ્થળોએ સુરક્ષાના કડક પગલાં લેવા અને ચેતવણીના બોર્ડ લગાવવા અત્યંત જરૂરી છે.
આ અગાઉ સેલ્ફીના ચક્કરમાં માઉન્ટ આબુમાં અમદાવાદી યુવકનું થયું હતું મોત
ગત મહિને જ રાજસ્થાનના માઉન્ટ આબુમાં અમદાવાદનો એક યુવક સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાન 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો. પોલીસની મદદથી યુવકને ગંભીર હાલતમાં બહાર કાઢ્યામાં આવ્યા હતો. આ યુવકને દવાખાને લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું.