image : Freepik
Vadodara Ganja Smuggling : વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં ખુલ્લામાં બે યુવકો બાઇક પર બેસીને ગાંજો વેચતા હોવાની વિગતોને પગલે પોલીસે દરોડો પાડી બે કેરિયરને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે, ગાંજાના સપ્લાયર ફૈઝલ ઉર્ફે માંજરો (રોશન ફ્લેટ,વાસણા રોડ)ને વોન્ટેડ જાહેર કર્યો છે.
ફાયર બ્રિગેડની દિવાલ પાસે બાઈક પાર્ક કરીને થેલીમાં ગાંજાનું વેચાણ થતું હોવાની માહિતી બાદ એસ.ઓ.જીની ટીમે કોર્ડન કરીને બાઈક તેમજ સ્કૂટર પર બેઠેલા બે જણાને ઝડપી પાડ્યા હતા.
પોલીસની પૂછપરછમાં એકનું નામ વિજય બોઘાભાઈ મારુ (રાધિકા સોસાયટી, વાસણા રોડ મૂળ રહે.ભાવનગર)અને આકાશ મહેશભાઈ માછી (ગાયત્રી નગર, વારસિયા મૂળ માલસર શિનોર) ખુલ્યું હતું. બંને પાસેથી દોઢ હજારની કિંમતનો 158 ગ્રામ ગાંજો તેમજ પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી. પોલીસે બંને ટુ-વ્હીલર તેમજ મોબાઇલ અને રોકડ રકમ મળી કુલ રૂ 1.14 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.